વોશિંગ્ટન: અમેરિકી સાંસદ સ્કોટ પેરીએ સંસદમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રસ્તાવ રજુ કર્યો છે. જેના વિશે જાણીને પાકિસ્તાન હચમચી જશે. સાંસદે માંગણી કરી છે કે પાકિસ્તાન આતંકીઓના સુરક્ષિત ઠેકાણાને નષ્ટ કરવા માટે કાર્યવાહી કરે. કોંગ્રેસ સભ્ય સ્કોટ પેરીએ આ પ્રસ્તાવ પ્રતિનિધિ સભામાં રજુ કર્યો. જેમાં પુલવામા આતંકી હુમલાની નીંદા કરવામાં આવી છે. 14મી ફેબ્રુઆરીએ થયેલા આ બર્બર આતંકી હુમલામાં સીઆરપીએફના 40  જવાનો શહીદ થયા હતાં. પેન્સેલ્વિનિયાથી રિપબ્લિકન પાર્ટીના સભ્ય પેસીએ પ્રસ્તાવ રજુ કર્યાં બાદ કહ્યું કે બહુ થયું, હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાન સરકારને જવાબદાર ગણવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાન પીએમ મોદીનું કરી રહ્યા છે અનુકરણ? પાકિસ્તાનમાં લોન્ચ કરી આ યોજના


પાકિસ્તાનનો આતંકવાદ અને આતંકીઓના હિતેચ્છુઓને શરણ આપવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે. જેમાં જૈશ એ મોહમ્મદની ઓળખ કરવા, પાકિસ્તાનથી ચાલતા આતંકવાદને ખતમ કરવાની અમેરિકાની પ્રતિબદ્ધતાને દોહરાવવા અને ક્ષેત્રથી આતંકવાદને રોકવા માટે ભારતની સતત પ્રતિબદ્ધતાને માન્યતા આપવાની વાત કરી છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...