Uygur નરસંહાર અંગે Canada ના નિચલા સદનમાં પ્રસ્તાવ પાસ, ગેર હાજર રહ્યા Justin Trudeau અને તેમના મંત્રી
કેનેડાના (Canada) નીચલા સદન હાઉસ ઓફ કોમન્સમાં ચીનનાં (China) પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં 10 લાખથી વધારે વીગર (Uygur) મુસ્લિમોના જનસંહારના દોષીત જાહેર કરવા માટે મતદાન થયું હતું. જો કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) અને તેમની કેબિનેટના સભ્યો આ મતદાનમાં જોડાયા નહોતા. નીચલા સદનમાં રજુ થયેલા આ પ્રસ્તાવના સમર્થનમાં સોમવારે 266 મત પડ્યા અને એક પણ મત તેની વિરુદ્ધ પડ્યો નહોતો. આ મતદાનમાં ટ્રુડો (Justin Trudeau) અને તેની કેબિનેટનાં સભ્યોએ ભાગ લીધો નહોતો.
ટોરંટો : કેનેડાના (Canada) નીચલા સદન હાઉસ ઓફ કોમન્સમાં ચીનનાં (China) પશ્ચિમી શિનજિયાંગ પ્રાંતમાં 10 લાખથી વધારે વીગર (Uygur) મુસ્લિમોના જનસંહારના દોષીત જાહેર કરવા માટે મતદાન થયું હતું. જો કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) અને તેમની કેબિનેટના સભ્યો આ મતદાનમાં જોડાયા નહોતા. નીચલા સદનમાં રજુ થયેલા આ પ્રસ્તાવના સમર્થનમાં સોમવારે 266 મત પડ્યા અને એક પણ મત તેની વિરુદ્ધ પડ્યો નહોતો. આ મતદાનમાં ટ્રુડો (Justin Trudeau) અને તેની કેબિનેટનાં સભ્યોએ ભાગ લીધો નહોતો.
China vs US: ચીને અમેરિકાને સલાહ આપી, કમ્યુનિસ્ટ પાર્ટીને બદનામ ન કરો
આ પ્રસ્તાવમાં આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિને 2022ના શીતકાલીન ઓલમ્પિકના આયોજનને બીજીંગમાંથી હટાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. કેનેડાના વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે, દેશના વિદેશ મંત્રી આ મુદ્દે સરકારનો પક્ષ સ્પષ્ટ કરશે. તેમણે કહ્યું કે, સંસદમાં કંઇક જાહેર કરવાથી ચીનમાં પુરતા પરિણામો નથી નિકળ્યાં. તેના માટે આંતરરાષ્ટ્રીય સહયોગીઓ અને ભાગીદારોની સાથે કામ કરવાની જરૂર છે.
બીજી તરફ વિપક્ષી દળોએ આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું છે. નિચલા સદનમાંવિપક્ષી દળોની સીટો વધારે છે. નિચલા સદનમાં ટ્રુડોની લિબરલ પાર્ટી (Liberal Party) 154 સાંસદ છે. જેમાંથી ટ્રુડો સહિત (Justin Trudeau) 37 સાંસદો મંત્રી છે. વિપક્ષી કંઝર્વેટિવ પાર્ટીના નેતા એરિન ઓ ટુલેએ કહ્યું કે, ચીની શાસનને સંદેશ આપવો જરૂરી છે. આ મતદાન વીગર મુસ્લિમો બીજા લઘુમતી પર અત્યાચાર માટે ચીનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ છે. જો કે ચીન આ આરોપોનું ખંડન કરતું રહ્યું છે. તેણે ભાર પુર્વક જણાવ્યું કે, આતંકવાદની વિરુદ્ધ લડાઇ અને અલગતાવાદી આંદોલનો વિરુદ્ધ આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube