તેહરાનઃ યૂક્રેનના વિમાન દુર્ઘટનાની જવાબદારી લીધા બાદ ખામનેઈ વિરુદ્ધ ઈરાનના રસ્તાઓ પર હજારો લોકો ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારી ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામનેઈના રાજીનામાની માગ કરી રહ્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ચેતવણી આપી છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે અને હવે બીજો 'નરસંહાર' ન થવો જોઈએ. ઈરાને સ્વીકાર કર્યો હતો કે તેણે ભૂલથી યૂક્રેનના વિમાનને પાડી દીધું જેમાં 176 લોકોના મોત થઈ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાગ્યા નારા, ખામનેઈ છોડે દેશ
ઈરાનની રાજધાની તેહરાનમાં અમેરિકી એમ્બેસીની બહાર હજારો લોકો પ્રદર્શન કરવા ભેગા થયા હતા. તો અમીર કાબિર યુનિવર્સિટીની બહાર પણ ઈરાન સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકો હાથોમાં પોસ્ટર લઈને અહીં ભેગા થયા હતા અને ખામનેઈના રાજીનામાની માગ કરી રહ્યાં હતા. શનિવારે ઈરાનમાં વિદ્યાર્થીઓએ ભેગા થઈને પ્રદર્શન કર્યું અને મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે સુલેમાનીના મોત બાદ લાખો લોકો ઈરાનના રસ્તાઓ પર ઉતર્યા હતા અને અમેરિકા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. 


વિદ્યાર્થીઓના મોત પર ઈરાનમાં આક્રોશ
ઈરાને જે વિમાનને નિશાન બનાવ્યું તેમાં સૌથી વધુ ઈરાનના નાગરિક હાજર હતા. આ દુર્ઘટનામાં ઈરાનના 82 અને કેનેડાના 63 નાગરિક હતા. 8 જાન્યુઆરીએ આ વિમાન યૂક્રેનની રાજધાની કીવ જઈ રહ્યું હતું. તેમાં ઈરાન અને કેનેડા સિવાય યૂક્રેનના 11, સ્વીડનના 10, અફઘાનિસ્તાનના ચાર જ્યારે જર્મની, બ્રિટનના ત્રણ-ત્રણ નાગરિક સવાર હતા. 


રાષ્ટ્રપતિએ ઘટનાના અક્ષમ્ય ગણાવી
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે, માનવીય ભૂલને કારણે ખોટી દિશામાં મિસાઇલ ચલાવવામાં આવી અને આ કારણે વિમાન દુર્ઘટનાનું શિકાર થઈ ગયું હતું. તેમણે તેને 'અક્ષમ્ય ભૂલ' પણ ગણાવી હતી. ઈરાનના વિદેશ પ્રધાન જવાબ જરીફે ટ્વીટ કર્યું, દુખી કરનારો દિવસ. આર્મીની શરૂઆતી તપાસમાં સામે આવ્યું કે, અમેરિકાના હુમલાના સમયે માનવીય ભૂલને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. અમે તેના પર પસ્તાવો અને દુખ વ્યક્ત કરતા પીડિત પરિવારની માફી માગીએ છીએ. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વભરના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....