પાકિસ્તાનનું કાવત્રું, નનકાના સાહેબમાં લહેરાયા ખાલિસ્તાન સમર્થનના ઝંડાઓ
ભારત સહિત સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયના લોકો ગુરૂ નાનક જયંતીનો ઉત્સવ મનાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં આવેલ ગુરૂ નાનકની જન્મસ્થળી નનકાના સાહેબમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર લહેરાવ્યા હોવાના સમાચાર છે. નનકાકા સાહેબને શીખ સમુદાયમાં ખુબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. તે ગુરૂદ્વારા પાકિસ્તાનના પંજાબ વિસ્તાર નનકાના સાહેબ જિલ્લામાં આવે છે. દર વર્ષે અહીં લાખો લોકો ગુરૂદ્વારામાં દર્શન માટે પહોંચે છે.
ઇસ્લામાબાદ : ભારત સહિત સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયના લોકો ગુરૂ નાનક જયંતીનો ઉત્સવ મનાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં આવેલ ગુરૂ નાનકની જન્મસ્થળી નનકાના સાહેબમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર લહેરાવ્યા હોવાના સમાચાર છે. નનકાકા સાહેબને શીખ સમુદાયમાં ખુબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. તે ગુરૂદ્વારા પાકિસ્તાનના પંજાબ વિસ્તાર નનકાના સાહેબ જિલ્લામાં આવે છે. દર વર્ષે અહીં લાખો લોકો ગુરૂદ્વારામાં દર્શન માટે પહોંચે છે.
અગાઉ ગુરૂવારે પણ નનકાના સાહેબમાં ખાલિસ્તાન સમર્થક નારેબાજી અને પોસ્ટર લાગ્યા હોવાના સમાચારો આવ્યા હતા. પાકિસ્તાન શીખ ગુરૂદ્વારા મેનેજમેન્ટ કમિટીની તરફથી શ્રદ્ધાળુઓનાં સ્વાગટ માટે લગાવાયેલા પોસ્ટરોમાં ભારત વિરોધી નારા લખેલા હતા. આ પોસ્ટરોમાં પાકિસ્તાન શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટીમાં વિવાદિત મહાસચિવ ગોપાલ સિંહ ચવલની તસ્વીર લાગેલી છે. ભારતીય એજન્સીઓનાં અનુસાર પાકિસ્તાનની આઇએસઆઇ શીખ સમુદાયને ઉકસાવવાનાં ઇરાદાથી હરકતોને અંજામ આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે અટારી બોર્ડરથી ભારતનાં 3 હજાર શીખ શ્રદ્ધાળુઓ નાનક જયંતી પ્રસંગે નનકાના સાહેબ ગુરૂદ્વારામાં દર્શન કરવા માટે રવાના થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાલીસ્તાન આતંકવાદ ફરી એકવાર માથુ ઉચકી રહ્યો હોવાનું અગાઉ સૈન્ય વડા પણ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. તેવામાં ખાલીસ્તાની ઝંડા લહેરાયા તે ભારત માટે ખુબ જ ચિંતાનો વિષય છે.