Orange County Public School: એક મહિલા એડલ્ટ વેબસાઈટ માટે મોડલિંગનું કામ કરતી હતી. જ્યારે એક સ્કૂલને આ વાતની જાણ થઈ તો તેણે મહિલાના દીકરાને સ્કૂલમાંથી કાઢી મૂક્યો. હવે આ મામલે મહિલાએ કાયદાકીય લડાઈ લડવાની વાત કરી છે. આ મામલો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. મહિલાએ કહ્યું છે કે બાળકને શાળામાંથી કાઢી નાખવું ખોટું છે. એક મહિલાના 7 વર્ષના બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ખરેખર, આ મહિલા એક એડલ્ટ વેબસાઇટ માટે મોડલિંગનું કામ કરતી હતી. કોઈએ આ માહિતી શાળા પ્રશાસનને આપી. સારાહ બ્લેક ચીકે (Sara Blake Cheek) દાવો કર્યો હતો કે તેના કામના કારણે જ તેના પુત્રને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. તેણીએ કહ્યું કે તે શાળા દ્વારા લેવામાં આવેલા પગલાંથી શરમ અનુભવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલાં વિક્ટોરિયા ટ્રીઝ નામની મહિલાના બાળક સાથે આવું બન્યું હતું. ત્યારબાદ એક વાલીએ શાળાના આચાર્યને ઈમેલ મોકલીને તેમની વેબસાઈટના કામ વિશે જાણ કરી હતી. આ પછી વિક્ટોરિયાએ Orange County Public School વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.


હવે સારા પણ આ મામલે વિક્ટોરિયાને સપોર્ટ કરી રહી છે. સારાહે ડેઈલી સ્ટારને કહ્યું - જ્યારે વિક્ટોરિયાની સ્ટોરી સામે આવી ત્યારે મેં તેને મેસેજ કર્યો, પછી અમે એક વકીલ નક્કી કર્યો જે અમારો કેસ લડશે.



સારા તેના પરિવાર સાથે


ખરેખર, સારા અને વિક્ટોરિયા એક જ વેબસાઈટ માટે કામ કરતા હતા. સારાએ કહ્યું- બાળકની સ્કૂલની ફૂટબોલ સંસ્થાએ મારા પર પ્રતિબંધ મૂક્યો હતો. હું મારા બાળકને પ્રેક્ટિસમાં લઈ જઈ શકી નહીં. આ દરમિયાન તે લોકોએ મારું જાહેરમાં અપમાન કર્યું. મારા બાળકને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને પ્રિન્સિપાલે તેની સાથે વાત પણ કરી ન હતી.



ચાર બાળકોની માતા સારાહ તેના પતિ મેટ સાથે અમેરિકાના ફ્લોરિડામાં રહે છે. તેણે કહ્યું કે તેને આશા છે કે વિક્ટોરિયા અને તેને ન્યાય મળશે.


સારાહે કહ્યું કે તે આશ્ચર્યજનક છે કે શાળા તરફથી કોઈપણ પ્રકારની વાતચીત કરવામાં આવી ન હતી. તેણે આગળ કહ્યું- હવે હું મારા બાળકને હોમ ટ્યુશન કરાવી રહી છું અને તેને એક પબ્લિક સ્કૂલમાં એડમિશન અપાવું છું. સારા એક મેનેજમેન્ટ કંપની પણ ચલાવે છે.