યૂક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની પુત્રી કતેરીના તિખોનોવાને લઇને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સમાચાર છે કે પુતિનની પુત્રી જેલેંસ્કીના પ્રેમમાં છે અને તેને મળવા માટે એક બે વાર નહી પરંતુ 50થી વધુવાર જર્મનીના મ્યૂનિખ શહેર ગઇ હતી. તમને જણાવી દઇએ કે કતેરીના તિખોનોવા એક પૂર્વ એઓબેટિક ડાન્સર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિનની પુત્રી જે જેલેંસ્કીના પ્રેમમાં છે તે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેસ્કી નહી પરંતુ જર્મનીના એક બેલે ડાન્સર ઇગોર જેંલેસ્કી છે. ઇગોર જેલેંસ્કીના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેંસ્કી સાથે કોઇ સંબંધ નથી. બસ બંનેના ઉપનામ સરખા છે. સમાચારોનું માનીએ તો પુતિનની પુત્રી અને ઇગોર જેલેંસ્કીને એક સંતાન (પુત્રી) પણ હોઇ શકે છે. 


જોકે તેને લઇને હજુ તેમણે ખુલાસો કર્યો નથી. એક સ્વતંત્ર રશિયન મીડીયા આઉટલેટ iStories અને જર્મન મેગેજીન ડેર સ્પીગલની એક સંયુક્ત તપાસથી જાણવા મળ્યું છે કે 2018 અને 2019 ની વચ્ચે, પુતિનની પુત્રીએ 50થી વધુવાર મ્યૂનિખ માટે ઉડાન ભરી હતી. દરેકવાર કતેરિનાએ પુતિનની પોતાની રાષ્ટ્રપતિ સુરક્ષ સેવાના કર્મચારીઓની કંપનીમાં સરકારી ચાર્ડર્ડ વિમાનો દ્રારા ઉડાન ભરી હતી. 


કતેરીના પુતિનની નાની પુત્રી છે જેની માતા ક્રેમલિનની પૂર્વ પ્રથમ મહિલા લ્યૂડમિલા અલેક્ઝેંડ્રોવના ઓચેરેત્નાયા છે. પુતિન અને લ્યૂડમિલાના લગ્ન 1983 માં અને છુટાછેડા 2013 માં થયા હતા. કતેરિનાના લગ્ન તે પહેલાં રશિયાના સૌથી યુવા અરબપતિ કિરિલ શામલોવની સાથે થયા હતા ત્યારબાદ તેમણે છુટાછેડા આપ્યા હતા. 


તમને જણાવી દઇએ કે યુદ્ધ પહેલાં સુધી પુતિનના પરિવાર વિશે વધુ જાણકારી બહાર નથી. પરંતુ પુતિનના અંગત જીવન અને પરિવાર ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યૂક્રેનના યુદ્ધ બાદ વધુ રડાર પર આવી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube