સાઉદી સાથે કતરના સંબંધો વધારે વણસ્યા, ઓપેક દેશોમાંથી રાજીનામું ધર્યું
કતરનો મોટો નિર્ણય આગામી 6 ડિસેમ્બરનાં યોજાનાર ઓપેક દેશોની બેઠક પહેલા આ ચોંકાવનારો નિર્ણય લીધો હતો
નવી દિલ્હી : વિશ્વમાં સૌથી વધારે એલએનજીનો નિકાસ કરનારો દેશ કતર આગામી વર્ષે તેલ ઉત્પાદક દેશોનાં જુથ ઓપેકથી બહાર થઇ જશે. કતરનાં એનર્જી મિનિસ્ટર સાદ અલ કાબીએ તેની પૃષ્ટી કરતા જણઆવ્યું કે, તેમનો દેશ હવે ગૈસ ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપવા જઇ રહ્યો છે, એટલા માટે તેલ ઉત્પાદકોના સંગઠનને છોડવાનો નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કતરે જાન્યુઆરી 2019માં ઓપેકનું સભ્યપદ રદ્દ કરવાનો નિર્ણય લીધો અને ઓપેકને આ અંગે માહિતી આપી દેવામાં આવી છે.
ઓપેક દેશોની મીટિંગ પહેલા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓ ઓપેકની રચનાનાં એક વર્ષ બાદ જ 1961થી તેનું સભ્ય બનેલું હતું. કટર ઓપેકનોં પ્રથમ એવો સભ્ય દેશ હશે જેણે આ સંગઠનમાંથી બહાર નિકળવાનો નિર્ણય લીધો હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સાઉદી અરબ, યુએઇ, બહરીન અને ઇજીપ્ત જેવા પાડોશી દેશો સાથે કતરને કૂટનીતિક સંબંધ સતત વણસી રહ્યા છે. આ દેશોએ આતંકવાદનું સમર્થન કરવાનાં આરોપમાં કતર પર ગત્ત વર્ષે જુન મહિનાથી વ્યાપારીક અને આવન જાવન જેવી ગતિવિધિ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે કતરનું કહેવું છે કે કોઇ પ્રકારનાં રાજનીતિક દબાણમાં આ નિર્ણય નથી લેવામાં આવી રહ્યો.
કાબીએ કહ્યું કે, કતર આગળ પણ કાચા તેલનું ઉત્પાદન યથાવત્ત રાખશે, પરંતુ તે ગેસ ઉત્પાદન પર વધારે ધ્યાન આપવા માંગે છે, કારણ કે તે વિશ્વમાં એલએનજીનો સૌથી મોટો નિકાસકાર દેશ છે. કાબીએ કહ્યું કે, કાચા તેલમાં અમારા માટે વધારે સંભાવનાઓ નથી. અમે વાસ્તવિકતા પર વિશ્વાસ ધરાવીએ છીએ. અમારી સંભાવનાઓ ગેસમાં છે. કાબીએ કહ્યું કે, ઓપેકને જાહેરાત પહેલા જ અમારા નિર્ણય અંગે જાણ કરી દેવામાં આવી છે.
કતરે કહ્યું કે, અમે આ સંગઠનમાં ઘણા નાના ખેલાડી છીએ અને અમારે અમારા વિકાસ પર ધ્યાન આપવાનું છે, માટે અમે સંગઠનથી અલગ થઇ રહ્યા છીએ. જો કે કતર મોટો હિસ્સેદાર નહી હોવા છતા પણ ખુબ જ મહત્વપુર્ણ છે. કતર 6 લાખ બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન કરે છે. જ્યારે સાઉદી 1કરોડ 10 લાખ બેરલ પર ડેનું ઉત્પાદન કરવા સાથે વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. દોહા LNG મુદ્દે પોતાનું મહત્વપુર્ણ સ્થળ જાળવી રાખે છે.
અમેરિકા અને ચીન વચ્ચે 90 દિવસ માટે ટ્રેડ વોર અટકાવવા મુદ્દે થયેલી સમજુતી બાદ તેલની કિંમતમાં 5 ટકાનો વધારો થયો હતો. જો કે બ્રેંટ ક્રૂડની કિંમત ઓછી જ રહી હતી. ઓપેકમાં કતરનાં પ્રતિનિધિએ કહ્યું કે, આ નિર્ણય રાજનીતિથી પ્રેરિત નહી પરંતુ એક લોંગ ટર્મ સ્ટ્રેટેજી હેઠળ લેવાયો છે. તેનાંથી 2024 સુધી LNGનાં ઉત્પાદનમાં મોટો વધારો કરવામાં મદદ મળશે.