Quad Summit 2022: ક્વાડની બેઠકમાં પીએમ મોદીએ આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?
Quad Summit 2022: ચાર દેશોના સમૂહ ક્વાડની મહત્વની બેઠક જાપાનના ટોક્યોમાં યોજાઈ છે. આજની આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, જાપાનના પીએમ ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની આલ્બનિઝે ભાગ લીધો.
Quad Summit 2022: ચાર દેશોના સમૂહ ક્વાડની મહત્વની બેઠક જાપાનના ટોક્યોમાં યોજાઈ છે. આજની આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન, જાપાનના પીએમ ફૂમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની આલ્બનિઝે ભાગ લીધો. બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આટલા ઓછા સમયમાં ક્વાડે દુનિયામાં એક મહત્વનું સ્થાન બનાવી લીધુ છે. ક્વાડે વિશાળ દાયરો ધારણ કર્યો છે અને તેનું પ્રભાવી સ્વરૂપ છે. તેમણે કહ્યું કે આપસી વિશ્વાસ અને સંકલ્પ લોકશાહી તાકાતોને ઉત્સાહ અને નવી તાકાત આપે છે.
'મિત્રો વચ્ચે આવી આનંદ થયો'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને મિત્રો વચ્ચે આવીને આનંદ થયો છે. આ સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાની હાલની ચૂંટણીમાં નવા ચૂંટાઈ આવેલા પીએમ એન્થની અલ્બનીઝને અભિનંદન પણ પાઠવ્યા. તેમણે કહ્યું કે હું સૌથી પહેલા તો પીએમ એન્થની અલ્બનીઝને શુભેચ્છા પાઠવું છું. શપથ લીધાના 24 કલાક બાદ તમારી અમારી વચ્ચે હાજરી તમારી ક્વાડ દોસ્તીની તાકાત અને તેના પ્રત્યે તમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ક્વાડનો દાયરો વિશાળ થયો-પીએમ મોદી
ક્વાડ સંગઠનમાં ચાર સભ્ય દેશો છે. આજે આ ક્વાડ સભ્ય દેશોના નેતાઓની બેઠક યોજાઈ. આ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે ખુબ ઓછા સમયમાં ક્વાડે વિશ્વસ્તરે મહત્વનું સ્થાન બનાવ્યું છે. ક્વાડનો દાયરો વિશાળ અને પ્રભાવી થયો છે. આપણી વચ્ચેનો પરસ્પર વિશ્વાસ, દ્રઢ સંકલ્પ લોકશાહી શક્તિઓને નવી તાકાત અને ઉર્જાનો સંચાર કરે છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube