Britain: ક્વિન એલિઝાબેથ દ્વારા બ્રિટનના નવા પ્રધાનમંત્રી તરીકે લિઝ ટ્રસની નિમણૂક, બાલ્મોરલ કેસલમાં થઈ મુલાકાત
Britain New PM: કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રુસને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે રાણી એલિઝાબેથ દ્વારા ઔપચારિક રીતે નિયુક્ત કરવામાં આવ્યા છે.
લંડનઃ Liz Truss Met Queen Elizabeth: ઈંગ્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ કંઝર્વેટિવ પાર્ટીના નેતા લિઝ ટ્રસને મંગળવારે ઔપચારિક રૂપથી બ્રિટનના નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરી દીધા છે. લિઝ ટ્રસે સોમવારે આવેલા બ્રિટનના પીએમ પદની ચૂંટણીના પરિણામમાં ભારતીય મૂળના સાંસદ ઋષિ સુનકને હરાવ્યા હતા. ચૂંટણી પરિણામમાં લિઝ ટ્રસને 81,326 મત અને પૂર્વ નાણામંત્રી સુનલને 60399 મત મળ્યા હતા.
બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની ઔપચારિક પ્રક્રિયા હેઠળ સોમવારે લિઝ ટ્રસે સ્કોટલેન્ડના બાલ્મોરલ કેસલમાં મહારાણી સાથે મુલાકાત કરી હતી. મહારાણીએ ઔપચારિક રૂપથી ટ્રસને નવી સરકાર બનાવવાનું કહ્યું છે. આ પહેલા આજે નિવર્તમાન પ્રધાનમંત્રી બોરિસ જોનસને મહારાણીને પોતાનું રાજીનામુ સોંપી દીધું. 96 વર્ષીય મહારાણી પોતાની વાર્ષિક રજાઓ માટે એબર્ડીનશાયર સ્થિત આવાસ પર છે. આ કારણ છે કે આ બેઠકો લંડનના બર્કિંઘમ પેલેસની જગ્યાએ સ્કોટલેન્ડના બાલ્મોરસ કેસલમાં થઈ છે.
આ પણ વાંચોઃ લાજવાબ નોકરી! કામ ન કરવાના મળે છે પૈસા, પગાર જાણીને ચોંકી જશો તમે
મહારાણી સાથે મુલાકાત બાદ લંડન પરત ફર્યા
નવા પ્રધાનમંત્રી લિઝ ટ્રસ બાલ્મોરસ કેસલમાં રાણીને મળ્યા બાદ લંડન પરત ફરી ગયા છે. ટ્રસ લંડન સ્થિત 10 ડાઉનિંગ સ્ટ્રીટ પહોંચીને પ્રધાનમંત્રીના રૂપમાં પોતાનું પ્રથમ ભાષણ આપશે અને ત્યારબાદ કેટલાક કેબિનેટ મંત્રીઓના નામની જાહેરાત કરશે. લિઝ ટ્રસ બ્રિટનના ત્રીજા મહિલા પ્રધાનમંત્રી છે. તેમની પહેલા માર્ગરેટ થૈચર અને થેરેસા મે પ્રધાનમંત્રી બન્યાં હતા. આ બંને નેતા પણ કંઝર્વેટિવ પાર્ટીના હતા.
2010માં બન્યા હતા સાંસદ
લિઝ ટ્રસની વાત કરીએ તો તે હવે કંઝર્વેટિવ પાર્ટીના નેતા છે, પરંતુ તેઓ હંમેશાથી કંઝર્વેવિટ પાર્ટીમાં નહોતા. તેમણે લિબરલ ડેમોક્રેટના રૂપમાં શરૂઆત કરી, જે કંઝર્વેવિટ, લેબર અને સ્કોટિશ નેશનલ પાર્ટી બાદ યુકેમાં ચોથી મુખ્ય પાર્ટી હતી. લિઝ ટ્રસનો જન્મ ઓક્સફોર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતના પ્રોફેસર અને માતા નર્સ હતા. ટ્રસે ઓક્સફોર્ડથી સ્નાતક કર્યું જ્યાં તેમણે ફિલોસોફી, રાજનીતિ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે એક કંપનીમાં એકાઉન્ટન્ટના રૂપમાં કામ કર્યું હતું. બાદમાં રાજનીતિમાં આવ્યા અને 2010માં સાંસદ બન્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube