Queen Elizabeth II Funeral: મહારાણી એલિઝાબેથના આજે અંતિમ સંસ્કાર થશે, જાણો સમગ્ર કાર્યક્રમ
Queen Elizabeth II Funeral: આજે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પૂરા શાહી અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજના દિવસે બ્રિટનમાં બે મિનિટનું મૌન પણ રાખવામાં આવશે. ભારતીય સમય મુજબ અંતિમ સંસ્કાર સામજે 4.30 વાગે થશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ વેસ્ટમિન્સ્ટર એબીમાં આયોજિત કરાશે. મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને રાજકીય નેતાઓ લંડન પહોંચ્યા છે.
Queen Elizabeth II Funeral: આજે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના પૂરા શાહી અને રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આજના દિવસે બ્રિટનમાં બે મિનિટનું મૌન પણ રાખવામાં આવશે. ભારતીય સમય મુજબ અંતિમ સંસ્કાર સામજે 4.30 વાગે થશે. મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ વેસ્ટમિન્સ્ટર એબીમાં આયોજિત કરાશે. મહારાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે તમામ દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અને રાજકીય નેતાઓ લંડન પહોંચ્યા છે. મહારાણીના અંતિમ સંસ્કાર માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટશે. જેને લઈને ટ્રાફિક ઓથોરિટીએ જણાવ્યું કે સોમવારે મહારાણીના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે 10 લાખ લોકો ભેગા થાય તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને પૂરી તૈયારીઓ કરી લેવાઈ છે. જાણો સમગ્ર કાર્યક્રમ...
250 વધુ ટ્રેન દોડાવવામાં આવશે
ટ્રાન્સપોર્ટ ફોર લંડનના પ્રમુખ એન્ડી બાયફોર્ડે રવિવારે કહ્યું કે આઠ સપ્ટેમ્બરના રોજ મહારાણીના નિધન બાદથી લંડનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે કહ્યું કે સોમવારે વાહનોની માંગણી ઉચ્ચ સ્તરે પહોંચે તેવી શક્યતા છે. રેલવે નેટવર્કના પ્રમુખ પીટર હેન્ડીએ કહ્યું કે દેશભરમાં લગભગ 250 વધારાની ટ્રેનો દોડાવવામાં આવશે. તેમણે કહ્યું કે લંડન 2012 ઓલિમ્પિક અને પેરાલિમ્પક ખેલો બાદ સોમવારે સૌથી મોટી સંખ્યામાં લોકો ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરશે.
100થી વધુ ફ્લાઈટ રદ્દ
હીથ્રો એરપોર્ટથી સંચાલિત થનારી 100થી વધુ ફ્લાઈટ્સને રદ્દ કરાઈ છે. જેથી કરીને સોમવારે સવારે વેસ્ટમિન્સ્ટર એબેમાં થનારા અંતિમ સંસ્કાર કાર્યક્રમ દરમિયાન વિમાનનો અવાજ ન નડે. એરપોર્ટ તરફથી કહેવાયું છે કે અંતિમ સંસ્કારના કાર્યક્રમને પગલે સોમવારે તેમની 1200માંથી લગભગ 15 ટકા જેટલી ફ્લાઈટ પ્રભાવિત થશે. મહારાણીના અંતિમ સંસ્કાર કાર્યક્રમના પ્રસારણ માટે સેંકડો વિશાળ સ્ક્રિન લગાવવામાં આવશે.
મોટી સ્ક્રિન પર પ્રસારણ
લંડનના વેસ્ટમિન્સ્ટર એબેમાં મહારાણી એલિઝાબેથ દ્વિતિયના સોમવારે થનારા રાજકીય સન્માનથી અંતિમ સંસ્કાર કાર્યક્રમના પ્રસારણ માટે બ્રિટનના વિવિધ પાર્કમાં વિશાળ સ્ક્રિન લગાવવામાં આવશે. આ સાથે જ અનેક થિયેટર પણ કાર્યક્રમના પ્રસારણ માટે તૈયારી કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે રવિવારે આ જાણકારી આપી. મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું આઠ સપ્ટેમ્બરે સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં 96 વર્ષની વયે નિધન થયું હતું. મહારાણીનું પાર્થિવ શરીર વેસ્ટમિન્સ્ટર હોલમાં રાખવામાં આવ્યું છે અને તેમના અંતિમ સંસ્કારની રસ્મો આજે વેસ્ટમિન્સ્ટર એબેમાં થશે.
કડક પ્રોટોકોલ અને સૈન્ય પરંપરા જોવા મળશે
છેલ્લા 57 વર્ષમાં બ્રિટનના પહેલા રાજકીય અંતિમ સંસ્કાર એક કડક પ્રોટોકોલ અને સૈન્ય પરંપરા હેઠળ થશે. જેનો અનેક દિવસથી અભ્યાસ થઈ રહ્યો હતો. સંસ્કૃતિ, મીડિયા અને ખેલ વિભાગ (ડીસીએમએસ)એ કહ્યું કે સોમવારે બ્રિટનમાં જાહેર રજા જાહેર કરવામાં આવી છે અને અંતિમ સંસ્કાર કાર્યક્રમ માટે ભેગી થનારી ભીડને ધ્યાનમાં રાખીને અનેક જાહેર સ્થાન પોઈન્ટ કરાયા છે. વિભાગે કહ્યું કે દિવંગત મહારાણી પ્રત્યે રાષ્ટ્રીય સ્તર પર સન્માન પ્રદર્શિત કરવા માટે રવિવારે રાતે આઠ વાગે સામુદાયિક સમૂહ, ક્લબ, અન્ય સંગઠનો ઉપરાંત ઘરોમાં પણ નાગરિકોને એક મિનિટ માટે મૌન રાખવાનું કહેવાયું છે.
લગભગ 500 વિશ્વ નેતા સામેલ થશે
મહારાણીના રાજકીય અંતિમ સંસ્કાર અગાઉ પહેલા સવારે સાડા છ વાગે વેસ્ટમિન્સ્ટર હોલને શ્રદ્ધાંજલિ આપવા આવી રહેલા નાગરિકો માટે બંધ કરી દેવાશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહારાણી એલિઝાબેથ દ્વિતિયના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે શનિવારે સાંજે ત્રણ દિવસના પ્રવાસે લંડન પહોંચ્યા હતા. મહારાણીના અંતિમ સંસ્કારમાં દુનિયાભરના શાહી પરિવારના સભ્યો સહિત લગભગ 500 વિશ્વ નેતાઓ સામેલ થશે. શાહી તાબુતને જૂલૂસ સાથે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના વેસ્ટમિન્સ્ટર હોલથી વેસ્ટમિન્સ્ટર એબે લઈ જવાશે જ્યાં અંતિમ સંસ્કારની વિધિ સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને લગભગ એક કલાક બાદ બે મિનિટના રાષ્ટ્રીય મૌન સાથે પૂરી થશે. આ કાર્યક્રમમાં કેટલાક દેશોના નેતાઓને બોલાવવામાં આવ્યા નથી. જેમાં રશિયા, અફઘાનિસ્તાન, મ્યાંમાર, સિરીયા, અને ઉત્તર કોરિયાના લોકો સામેલ છે જેમને આમંત્રણ અપાયા નથી.
ત્યારબાદ એક જાહેર જૂલૂસ બપોરે 12.15 વાગે શરૂ થશે અને દિવંગત મહારાણીનું તાબુત વેસ્ટમિન્સ્ટર એબેથી લંડનના વેલિંગ્ટન આર્ચ લઈ જવાશે અને ત્યાંથી તેમની વિન્ડસરની સફર શરૂ થશે. સોમવારે સાંજે એક શાહી ખાનગી રસ્મમાં મહારાણીને કિંગ જ્યોર્જ ષષ્ઠમ મેમોરિયલ ચેપલમાં તેમના દિવંગત પતિ પ્રિન્સ ફિલિપની બરાબર બાજુમાં દફનાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube