British Queen Death: 'આ વર્ષે બ્રિટનના મહારાણીનું મૃત્યુ થશે'. બાબા વેંગાની જેમ જ ભવિષ્યવાણી કરનારી આ યુવતીની ભવિષ્યવાણી પણ આખરે સાચી પડી. 19 વર્ષની હાન્ના કૈરોલે વર્ષ 2022 માટે 28 મોટી ભવિષ્યવાણી કરી હતી. જેમાં મહારાણીના નિધન બાદ 11 ભવિષ્યવાણી સાચી પડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક ભવિષ્યવાણી સાચી પડી
અમેરિકાના મેસાચુસેટ્સના ફોક્સબોરોની રહીશ હાન્નાએ નિક જોનાસ અને પ્રિયંકા ચોપડાના ઘરે નવા મહેમાનના આગમન, રિહાનાનું ગર્ભવતી થવું અને હેરી સ્ટાઈલ્સ તથા બેયોન્સના નવા આલ્બમ જેવી ભવિષ્યવાણી કરી હતી. જે સાચી પડી. તેમણે ઓગસ્ટમાં એક ભવિષ્યવાણી કરી હતી કે પેટ ડેવિડસન અને કિમ કાર્દશિયન અલગ થઈ જશે. આ ભવિષ્યવાણી પણ સારી પડી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube