Queen Elizabeth II: બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું 96 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેમણે લગભગ 70 વર્ષ સુધી રાજ કર્યું. તેમણે સ્કોટલેન્ડના બાલમોરા કેસલમાં છેલ્લા શ્વાસ લીધા. અહીં તેઓ સમરબ્રેક માટે આવ્યા હતા. એલિઝાબેથ 1952માં તેમના પિતા જ્યોર્જ ષષ્ટમના મોત બાદ મહારાણી બન્યા હતા. ત્યારે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી. 21 એપ્રિલ 1926ના રોજ ક્વીન એલિઝાબેથ દ્વિતિયનો જન્મ થયો હતો. તે સમયે બ્રિટનમાં કિંગ જ્યોર્જ (પાંચમા)નું રાજ હતું. એલિઝાબેથનું આખુ નામ એલિઝાબેથ એલ્ક્ઝેન્ડરા મેરી વિન્ડસર હતું.  કોઈ પણ બ્રિટિશ શાસકના સૌથી લાંબા સમય સુધી રાજ કરવાનો રેકોર્ડ તેમના નામે છે. મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન બાદ હવે તેમને દેશ વિદેશમાંથી મોટી મોટી હસ્તીઓ સહિત લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. તેમના પાર્થિવ શરીરને આગામી 10 દિવસ સુધી દફન કરવામાં આવશે નહીં. જાણો ક્વિન એલિઝાબેથના અંતિમ સંસ્કારનો સંપૂર્ણ કાર્યક્રમ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
પીએમ મોદીએ બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મહામહિમ મહારાણી એલિઝાબેથ  દ્વિતિયને આપણા સમયના એક દિગ્ગજ તરીકે યાદ રાખવામાં આવશે. તેમણે પોતાના રાષ્ટ્ર અને લોકોને પ્રેરક નેતૃત્વ પ્રદાન કર્યું. તેમણે જાહેર જીવનમાં ગરિમા અને શાલિનતાનો પરિચય આપ્યો. તેમના નિધનથી હું શોકગ્રસ્ત છું.  તેમણે કહ્યું કે 2015 અને 2018માં મારા યુકે પ્રવાસ દરમિયાન મહામહિમ મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે મારી યાદગાર બેઠકો થઈ હતી. એક બેઠકમાં તેમણે મને તેમના લગ્ન દરમિયાન મહાત્મા ગાંધીએ ભેટમાં આપેલો રૂમાલ દેખાડ્યો હતો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube