બ્રિટનઃ બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય પોતાની પાછળ કરોડોની સંપત્તિ છોડીને ગયા છે. લંડનની સાથે સાથે શાહી પરિવારની સંપત્તિ સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરીય આયરલેન્ડમાં પણ છે. જાણો કેવી રીતે આ શાહી પરિવાર કમાણી કરે છે. બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગુરુવારે 96 વર્ષની ઉંમરમાં એમનું નિધન થયું. તેમણે સાત દાયકા રાજ કર્યું અને તેઓ અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. આ તમામ ચર્ચાઓ વચ્ચે એક ચર્ચાનો વિષય છે બ્રિટેનના રાજવી પરિવારની આવક. જેના વિશે સૌ કોઈ જાણવા માંગે છે. અમે આજે તમને જણાવીશું રાજવી પરિવારની સંપત્તિ અને આવકના સ્ત્રોત વિશે,


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંદાજિત આવક છે વધારે-
આમ તો મહારાણી કે શાહી પરિવારમાંથી કોઈએ પોતાની આવક કે સંપત્તિ વિશે ક્યારેય જણાવ્યું નથી. પરંતુ અલગ-અલગ રિપોર્ટમાં અનુમાન લગાવી તેના પર ચર્ચા જરૂરથી કરવામાં આવી છે. ગુડટૂ વેબસાઈટ અનુસાર વર્ષ 2022માં મહારાણી એલિઝાબેથ દ્વિતીયની અનુમાનિત સંપત્તિ 33.36 અરબ રૂપિયાથી પણ વધારે છે. તો સંડે ટાઈમ્સના રિચ લિસ્ટ અનુસાર તેમની સંપત્તિ 15 મિલિયન પાઉન્ડ કરતા વધારે છે. ફોર્બ્સ મેગેઝીન અનુસાર આખા રાજશાહી પરિવારની કુલ સંપત્તિ 72.5 બિલિયન પાઉન્ડ એટલે કે 6631 અરબ રૂપિયાથી વધારે છે.


ક્યાંથી થાય છે આવક?
મહારાણીની આવકના પ્રમુખ સ્ત્રોતો વિશે વાત કરીએ તો તેમને સોવેરિન ગ્રાંટ વાર્ષિક સરકાર પાસેથી પ્રાપ્ત થતી હતી. જ્યારે બાકીના બે સ્ત્રોત સ્વતંત્ર હતા. જેમાં કરદાતાઓના પૈસા સામેલ નથી. લંડન સિવાય શાહી પરિવારની સંપત્તિ સ્કોટલેન્ડ, વેલ્સ અને ઉત્તરીય આયરલેન્ડમાં પણ છે. આ મહારાણીની અંગત સંપત્તિ છે. જેમને વેચી ન શકાય પરંતુ તે તેમના ઉત્તરાધિકારીઓને મળે છે.


રૉયલ કલેક્શનમાં છે 10 લાખથી વધુ વસ્તુઓ-
આ સિવાય મહારાણીની સંપત્તિમાં અનેક કિંમતી કલાકૃતિઓ, હીરા-જવેરાત, લક્ઝરી કાર, શાહી સ્ટેમ્પ કલેક્શન અને ઘોડાઓ સામેલ છે. રૉયલ કલેક્શનમાં 10 લાખથી વધુની વસ્તુઓ સામેલ છે. જેમનુ અનુમાનિત કિંમત 10 ખર્વ રૂપિયા છે. જો કે આ સંપત્તિ બ્રિટેનના એક ટ્રસ્ટ પાસે છે. બ્રિટેનના નવા રાજા કિંગ ચાર્લ્સની વાર્ષિંક આવક વિશે વાત કરીએ તો તેમને દર વર્ષે ડચી ઑફ કોર્નવૉલ તરફથી લગભગ 21 મિલિયન પાઉન્ડની આવક પ્રાપ્ત થાય છે.