રાહુલ ગાંધીએ PM મોદીને શા માટે લગાવ્યા હતા ગળે? જર્મનીમાં ખોલ્યું રહસ્ય
રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર માત્ર નોટબંધીએ ન અટકી અને અયોગ્ય રીતે જીએસટી લાગુ કરીને ઉદ્યોગ ધંધાઓને પરોક્ષ રીતે તાળા માર્યા
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જર્મનીના હેમ્બર્ગ ખાતે બુસેરિયર સમર સ્કુલમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા કેન્દ્ર સરકાર પર તીખા હૂમલાઓ કર્યા હતા અને કહ્યું કે, મોદી સરકારે નોટબંધી અને જીએસટી દ્વારા અર્થવ્યવસ્થાને તબાહ કરી દીધી હતી. તેમણે કહ્યું કે, સરકાર માત્ર નોટબંધી કરીને અટકી નહોતી, પરંતુ ત્યાર બાદ તુરંત જ જીએસટીને ખરાબ રીતે લાગુ કરીહજારો ઉદ્યોગ ધંધાઓ પર પરોક્ષ રીતે તાળા મારી દીધા હતા.
આ કાર્યક્રમમાં જ્યારે રાહુલ ગાંધીને પુછવામાં આવ્યું કે, સંસદમાં વડાપ્રધાન મોદીને ગળે કેમ મળ્યા ? તો તેમણે કહ્યું કે, જો તમને કોઇ નફરત કરતું હોય તો તમારે તેનો જવાબ નફરતથી ન આપવો જોઇએ. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને મારા મુદ્દે ઘણી વખત નફરત યુક્ત ભાષણો આપ્યા છે. હું તેમને જણાવવા માંગુ છું કે વિશ્વ એટલું ખરાબ નથી જેટલું તેઓ વિચારે છે માટે મે તેમને ગળે લગાવ્યા. રાહુલે કહ્યું કે, આ વસ્તુ મહાત્મા ગાંધી પાસેથી તેઓ શિખ્યા છે.
સાંભળવાની શક્તિ
રાહુલ ગાંધી બુસેરિયસ સમર સ્કુલના વિદ્યાર્થી રહી ચુક્યા છે. તેણે કહ્યું કે, હું બુસેરિયસ સમર સ્કુલનો વિદ્યાર્થી હતો. તે દિવસો ઘણા સારા હતા અને મને અહીંથી ઘણુ શિખવા મળ્યું. સમાજમાં મળતાવડા વલણની વાત પર જોર આપતા તમે કોઇની સાથે પણ અસંમત હોઇ શકો છો, પરંતુ તમારે બીજા વ્યક્તિઓ કરતા હોય તો તે વિશે તમારે સાંભળવું જ જોઇએ. આંતરિક રીતે જોડાયેલા વિશ્વમાં નફરત એક અત્યંત ખરાબ વસ્તું છે. તેમણે કહ્યું કે, આજે વિશ્વમાં નફરત ખુબ જ છે, પરંતુ બીજા લોકોની વાત સાંભળનારા લોકો ઘણા ઓછા છે. તેમણે કહ્યું કેસાંભળવાની શક્તિ પણ ઘણી મોટી છે.