ફસાયેલા છે 12 બાળકોઃ થાઇલેન્ડમાં દરેક હાથ પર દુવા, આંખમાં આંસુ
શનિવારથી લઈને બુધવાર સુધી પાંચ દિવસ થઈ ગયા છે અને આખુ થાઇલેન્ડ ફુટબોલ ટીમના 12 બાળકો અને તેના કોચની જિંદગી માટે દુવા માંગી રહ્યાં છે.
સાઈઃ શનિવારથી લઈને બુધવાર સુધી પાંચ દિવસ થઈ ગયા છે અને આખુ થાઇલેન્ડ ફુટબોલ ટીમના 12 બાળકો અને તેના કોચની જિંદગી માટે દુવા માંગી રહ્યાં છે. બાળકોના પરિવારજનો બેચેન છે અને ગુફાની બહાર ભિક્ષુઓની સાથે દુઆ કરી રહ્યાં છે. ગુફામાં ફસાયેલા એક 16 વર્ષીય બાળકની માતાને વિશ્વાસ છે કે, બચાવ કાર્ય અને દુવા રંગ લાવશે, ગુફામાંથી તેમનો પુત્ર જીવતો પરત ફરશે. થાઇલેન્ડના પીએમે પણ કહ્યું કે, જેમની આશા જિવંત છે કે બાળકો અને તેના કોચ સુરક્ષિત છે.
શનિવારે થાઈલેન્ડના 11 થી 16 વર્ષની ઉંમરની ફુટબોલ ટીમ જ્યારે પોતાના કોચ સાથે લુઆંહ નાંગ નોન ગુફામાં ગયા તો તેને ખ્યાલ પણ નહીં હોય કે તેની જિંદગી ખતરામાં પડી જશે. થાઇલેન્ડે તેના રેસ્કયૂ માટે પુરી તાકાત લગાવી દીધી છે પરંતુ પ્રકૃતિ જ હવે આડી આવી ગઈ છે. ભારે વરસાદને કારણે ગુફામાં પાણી ભરાઈ ગયું છે અને દરેક ક્ષણે ઓક્સિજનનું સ્તર નીચું આવતું જાઈ છે. આશરે 1000 લોકો જેમાં સેનાની ઉચ્ચ સ્તરીય ટીમ પણ સામે છે, બાળકોને બચાવવાના દરેક પ્રયાસમાં લાગી ગયા છે.
(ફોટોઃ રોયટર્સ)
ઉત્તરી થાઇલેન્ડની ઘણા મીટર લાંબી લુઆંહ નાંગ નોન ગુફામાં બાળકો ફસાયાની જાણકારી મુખ્ય દ્વાર પર પડી તેની લાવારિસ સાઇકલોથી મળી. શનિવારે જ્યારે આ જાણકારી મળી તો થાઇલેન્ડમાં હડકંપ મચી ગયો. રેસ્ક્યૂને આશરે પાંચ દિવસ થયા છે પરંતુ બાળકોની કોઇ જાણકારી નથી. બુધવારે ફુટબોલ ટીમ અને તેમના કોચને બચાવવાનું અભિયાન ભારે વરસાદને કારણે પ્રભાવિત રહ્યું.
રેસ્ક્યૂ ખૂબ મુશ્કેલ છે
માનવામાં આવી રહ્યું છે કે, ભારે વરસાદને કારણે ગુફાના મુખ્ય દ્વારમાં પાણી ભરાઇ જવાથી લોકો અંદર ફસાઇ ગયા. ત્યારબાદ સતત થઈ રહેલા વરસાદને કારણે તે લોકો ગુફામાં અંદરની તરફ ચાલ્યા ગયા છે. બચાવકર્મિઓએ મ્યાંનમાર અે લાઓસની બોર્ડર સાથે લાગેલી આ ગુફાની પાસે રાતત્રર પાણીના પંપ લગાવવાનું કામ કર્યું જેથી પાણી બહાર ખેંચી શકાય. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે હવે રાહત-બચાવ કાર્યમાં જોડાયેલી ટીમ ગુફામાં ડ્રિલ કરવાની તૈયારીમાં છે.
(ફોટોઃ રોયટર્સ)
બાળકોને બચાવવા 24 કલાક રેસ્ક્યૂ ઓપરેશન
બચાવ કાર્યના સ્થાનિક અધિકારીએ જણાવ્યું કે, પાણીનું વધતુ સ્તર બચાવ કાર્યમાં સૌથી મોટુ અવરોધક છે. 1000 લોકોની આ બચાવ ટીમમાં હવાઇ ટીમ અને મરજીવો પણ સામેલ છે. બાળકોની શોધમાં નેવી સીલ મરજીવો ઉત્તરી ચિંયાંગ રાઇ પ્રાંતમાં સ્થિત ગુફામાં ઓક્સિજન ટેન્ક અને ખાદ્ય પદાર્થ લઈને મંગળવારે અંદર ગયા હતા. નેવી લીસે પોતાના ફેસબુક પેજ પર લખ્યું, અમારી ટીમ સવારે ગુફાની અંદર ગઈ હતી અને તે ગુફાના અંત સુધી જશે. નેવી સીલનું કહેવું છે કે વરસાદને કારણે રાતભરમાં ગુફામાં પાણીનું સ્તર આશરે 15 સેન્ટીમીટર સુધી વધી ગયું અને તેમાં અંદર સુધી પાણી ભરાઇ ગયું છે.
(ફોટોઃ રોયટર્સ)
બાળકોની સલામતી માટે થાઇલેન્ડ કરી રહ્યું છે દુવા
પ્રાંતના ગવર્નરે જણાવ્યું કે, ગુફામાં ભરેલા પાણીને પંપથી કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે પરંતુ પાણીનું સ્તર વધતું જાઈ છે. આ વચ્ચે અંદર ફસાયેલી બાળકો અને તેમના કોચનો શ્વાસ સલામત રહે તે માટે થાઇલેન્ડમાં ભિક્ષુઓ સિવાય સામાન્ય લોકો પણ દુવા કરી રહ્યાં છે. ગવર્નરનું કહેવું છે કે, પાણી ભરવાને કારણે ગુફાની અંદર ઓક્સિજનનું સ્તર ઘટી ગયું છે.