VIDEO : રાજનાથ સિંહ રાફેલમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા
રાજનાથે મેરિગ્નેક ફેક્ટરી ખાતેથી રાફેલ વિમાનમાં સવારી કરી હતી. દસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ દશેટુએ રાફેલ વિમાન ઉડાવ્યું હતું. રાફેલ વિમાનમાં સવારી સાથે જ રાજનાથ સિંહ તેમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે રાફેલ વિમાનમાં ઉડાન ભરીને ઈતિહાસ રચી દીધો છે. રાફેલ વિમામાં ઉડાન ભરનારા તેઓ દેશના સૌ પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા છે. રાજનાથ સિંહે આજે દેશેરાના પાવન પર્વ નિમિત્તે ફ્રાન્સમાં રાફેલ વિમાનની ઔપચારિક ડિલિવરી લીધી હતી. આ પહેલા રાજનાથ સિંહે રાફેલ વિમાનની વિધિસરની પૂજા કરી હતી. તેમણે રાફેલ વિમાન પર કંકુથી ઓમ બનાવ્યો હતો અને નાળિયેર-ચોખા ચડાવીને વિમાન વધાવ્યું હતું.
રાજનાથે મેરિગ્નેક ફેક્ટરી ખાતેથી રાફેલ વિમાનમાં સવારી કરી હતી. દસોલ્ટ એવિએશનના હેડ ટેસ્ટ પાઈલટ ફિલિપ દશેટુએ રાફેલ વિમાન ઉડાવ્યું હતું. રાફેલ વિમાનમાં સવારી સાથે જ રાજનાથ સિંહ તેમાં ઉડાન ભરનારા દેશના પ્રથમ સંરક્ષણ મંત્રી બન્યા હતા.
ફ્રાન્સ દ્વારા પ્રથમ રાફેલ વિમાન ઔપચારિક રીતે રાજનાથ સિંહને સોંપાયું
ફ્રાન્સના રાફેલ કરતાં પણ ભારતનું રાફેલ વધુ ખતરનાક છે, જાણો કેવી રીતે?
ફ્રાન્સ પાસેથી રાફેલ ગ્રહણ કર્યા પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે,"રાફેલની સમયસર ડિલિવરી લેતાં મને ખુબ જ આનંદ થઈ રહ્યો છે. તેનાથી ભારતની વાયુસેનાની શક્તિમાં વધારો થશે. હું ઈચ્છું છું કે બંને લોકશાહી દેશમાં ભવિષ્યમાં તમામ ક્ષેત્રે સહકાર આગળ વધે. ભારતમાં આજે દશેરા કે જેને વિજાયદશમી પણ કહે છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરાનું પર્વ દુશ્મન પર વિજયનું પર્વ છે. સાથે જ આજે ભારતનો 87મો વાયુસેના દિવસ છે. આથી, આજનો દિવસ અનેક રીતે યાદગાર બની રહેશે."
જુઓ LIVE TV....