COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


 


 


Ramanand Sagar Ramayana: 90 ના દાયકામાં રામાનંદ સાગરે રામાયણ જેવી પૌરાણિક સિરીયલ બનાવીને ઈતિહાસ રચી નાખ્યો હતો. રામાયણ સિરીયલના પાત્રોને લોકો ભગવાનના સ્વરૂપે જ જોતા હતા અને તે રીતે પૂજતા હતા. એવું કહેવાય છે કે જ્યારે પણ તે સમયે પૌરાણિક સિરીયલ રામાયણનું ટીવી પર ટેલિકાસ્ટ થતું હતું ત્યારે રસ્તા ખાલી થઈ જતા હતા અને લોકો ટીવી સામે ગોઠવાઈ જતા હતા. રામાનંદ સાગરની સિરીયલનો ભારતમાં તો ક્રેઝ હતો જ પરંતુ શું તમને ખબર છે કે પાકિસ્તાનમાં પણ આ સિરીયલનો ખુબ ક્રેઝ રહેતો હતો. 


પાકિસ્તાનમાં પણ ક્રેઝ!
રામાનંદ સાગરની રામાયણ ફક્ત 80-90ના દાયકામાં જ નહીં પરંતુ આજના લોકોના મનમાં પણ સમાયેલી છે. કોરોના લોકડાઉન વખતે જ્યારે રામાનંદ સાગરની રામાયણ એવાર ફરીથી ટીવી પર ટેલિકાસ્ટ થઈ તો લોકોને જૂની યાદો તાજી થઈ હતી. ત્યારે લલનટોપે પાકિસ્તાનમાં રહેતા એક વ્યક્તિનો ઈન્ટરવ્યુ લીધો હતો. તે વ્યક્તિએ જણાવ્યું હતું કે જેવું દુરદર્શન પર રામાયણ અને મહાભારતનો એકવાર ફરીથી ટેલિકાસ્ટ થયું તો તેઓ લાગણીશીલ થઈ ગયા હતા. કાણ કે આ શોને તેઓ 80-90ના દાયકામાં જુગાડ કરીને જોતા હતા. 


જુગાડ કરીને જોતા હતા લોકો!
ઈન્ટરવ્યુમાં તે વ્યક્તિએ જણાવ્યું કે તે સમયે જ્યારે રામાયણનો શો આવ્યો તો દરેક ઘરમાં ટીવી હોવું એ એક સપના જેવું હતું. પરંતુ અમે મનમાં નક્કી કરી લીધુ હતું કે આ શો જોવો જ છે. પરંતુ ટીવીનું બજેટ એટલું વધારે હતું કે અમારા માટે બજેટ બહારનું હતું. આવામાં અમે જુગાડ લગાવ્યો અને મોહલ્લા ભરના લોકો પાસે ફાળો ભેગો કર્યો અને સારી ડિશ ટીવી લગાવ્યું હતું. અત્રે જણાવવાનું કે રામાયણ સિરીયલમાં પૌરાણિક પાત્રો ભજવનારા કલાકારો કપિલ શર્મા શોમાં ગેસ્ટ તરીકે આવ્યા હતા. તેમણે પણ જણાવ્યું હતું કે તે સમયે તેમને પાકિસ્તાનથી પણ અનેક ફેન્સના પત્રો આવતા હતા.