એકબાજુ યુદ્ધ છેડાયું ત્યાં આ શું? રશિયન સૈનિકો યુક્રેનની મહિલાઓને મોકલે છે તસવીરો સાથે આવા સંદેશ!
રશિયાએ યુક્રેન પર યુદ્ધ થોપી દીધુ છે. પુતિને યુક્રેન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરતા જ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. મોસ્કોએ નાટો દેશોને પણ ચેતવણી ઉચ્ચારી છે. આ બધા વચ્ચે યુક્રેનની રાજધાની કીવ અને Kharkiv સહિત અનેક દેશોમાં ધડાકા સંભળાયા છે.
Russia-Ukraine Conflict: રશિયાએ યુક્રેન પર યુદ્ધ થોપી દીધુ છે. પુતિને યુક્રેન વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કરતા જ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. મોસ્કોએ નાટો દેશોને પણ ચેતવણી ઉચ્ચારી છે. આ બધા વચ્ચે યુક્રેનની રાજધાની કીવ અને Kharkiv સહિત અનેક દેશોમાં ધડાકા સંભળાયા છે. અફરાતફરીની સ્થિતિ વચ્ચે યુક્રેનની મહિલાએ દાવો કર્યો છે કે રશિયાના સૈનિક તેને સોશિયલ સાઈટ ટીન્ડર પર ફ્લર્ટી મેસેજ મોકલી રહ્યા છે.
રશિયન સૈનિકોની ફ્લર્ટ ગેમ?
ધ સનમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ Dasha Synelnikova નામની એક મહિલાએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ટીન્ડર પર અનેક રશિયન સૈનિકો તેને મેસેજ અને રિક્વેસ્ટ મોકલી રહ્યા છે. દશાનો દાવો છે કે અનેક રશિયન સૈનિકો તેને સોશિયલ મીડિયા પર ફ્લર્ટ કરીને બોલાવી રહ્યા છે. કેટલાક સૈનિકોએ તો પોતાની પોઝીશન અને હેસિયતની જાણકારી આપી પોતાની તસવીરો પણ શેર કરી છે.
Ukraine Crisis: રશિયાને NATO કેમ આંખમાં કણાની જેમ ખટકે છે? જાણો સાત દાયકા જૂની દુશ્મનાવટની કહાની
દશાનું એમ પણ કહેવું છે કે આવા સંદેશાઓના પૂર યુક્રેનની અનેક મહિલાઓના એકાઉન્ટ પર આવી રહ્યા છે. આવા કઈક દાવા કરતી મહિલાઓનું કહેવું છે કે રશિયન સૈનિકોએ યુક્રેનની મહિલાઓને આકર્ષવા માટે પોતાની પ્રોફાઈલ ડેટિંગ એપ પર ક્રિએટ કરી છે.
મહિલાએ શેર કર્યો સ્ક્રિનશોટ
દશાના જણાવ્યાં મુજબ એક ફોટામાં રશિયન સૈનિક તંગ ધારીદાર સેન્ડોમાં હતો. તો કોઈ પોતાની પિસ્તોલ સાથે બેડ પર પોઝ આપી રહ્યો હતો. ફાલતુ ફંડના આ સંદેશાઓથી પરેશાન દશાએ આ માનસિકતા પર કટાક્ષ કરતા કહ્યું કે જો કે મને તેમાંથી કોઈ પણ આકર્ષક લાગ્યા નહીં.
દશાએ એમ પણ કહ્યું કે 'હું ક્યારેય દુશ્મન સાથે વાત કરવા પર વિચાર કરીશ નહીં. મે ટીન્ડર પર તમામની રિક્વેસ્ટ રિજેક્ટ કરી દીધી. પરંતુ આવા લોકો પોતાની હરકતો બંધ કરવા તૈયાર નથી.'
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube