લંડન: બ્રિટનની એક કોર્ટે અનેક મહિલાઓને બળાત્કારનો ભોગ બનાવનારા વ્યક્તિને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. વારદાતને અંજામ આપતા પહેલા અપરાધી મહિલાઓને 3 વિકલ્પ આપતો હતો પરંતુ પછી તો તેને જે ગમે તે જ તે  કરતો હતો. આ મામલે સુનાવણી દરમિયાન જ્યારે પીડિત મહિલાઓએ આપવીતિ સંભળાવી તો ત્યાં હાજર લોકો આઘાતમાં આવી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ત્રણ વિકલ્પ આપતો હતો અપરાધી
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડના મિડિલ્સબ્રાના રહિશ ડેનિયલ યૂલને 14 વર્ષની જેલની સજા થઈ છે. તેણે અનેક મહિલાઓને હવસનો શિકાર બનાવી હતી. વારદાતને અંજામ આપતા પહેલા યૂલ મહિલાઓને અનેક રીતે હેરાનગત કરતો હતો. તે તેમની સામે 3 વિકલ્પ પણ રજુ કરતો હતો. અપરાધી મહિલાઓને કહેતો કે તેઓ રિંગ, હેમર કે પછી નાઈફમાંથી કોઈ એકની પસંદગી કરી શકે છે. 


આનંદ આવશે એમ કહીને કર્યો રેપ
પોલીસે કોર્ટને જણાવ્યું કે ડેનિયલ યૂલ મહિલાઓને કહેતો હતો કે કાં તો તે રિંગવાળો વિકલ્પ પસંદ કરીને ચૂપચાપ તેને સંબંધ બનાવવા દે નહીં તો હથોડો કે ચાકૂથી મરવા માટે તૈયાર નઈ જાય. જો કે ભલે પીડિત મહિલાઓ બીજો કે ત્રીજો વિકલ્પ પસંદ કરે પણ તે તેમનો રેપ તો જરૂર કરતો. એ પીડિતાએ જણાવ્યું કે તેણે મોતનો વિકલ્પ પસંદ કર્યો હતો પરંતુ યૂલે એમ કહીને તેનો રેપ કર્યો કે તેને તેમા આનંદ આવશે. 


પડકાઈ જવાનો ડર નહતો
એક અન્ય વારદાતમાં અપરાધી ડેનિયલ યૂલે પહેલા પીડિતાના ચહેરા પર મુક્કા મારીને તેને ઘાયલ કર્યો અને ત્યારબાદ તેની સાથે બળાત્કાર કર્યો. કોર્ટમાં એક અન્ય પીડિતાએ જણાવ્યું કે રેપ અગાઉ યૂલે ધમકી આપી હતી કે કોઈ પણ પ્રકારનો વિરોધ કરવામાં ન આવે. નહીં તો અંજામ ભયાનક થશે. રેપિસ્ટ મહિલાઓને એમ પણ કહેતો હતો કે તેમની વાત પર કોઈ વિશ્વાસ કરશે નહીં. આથી સારું એ રહેશે કે તેઓ પોતાનો મોઢા બંધ રાખે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube