નવી દિલ્હી: દારૂની શોખીનો અને કદરદાનોની કમી નથી. તાજેતરમાં વ્હીસ્કીની એક દુર્લભ બોટલની એડિનબર્ગમાં હરાજી થઈ તો કિંમત એવા સ્તરે પહોંચી કે વર્લ્ડ રેકોર્ડ બની ગયો. 60 વર્ષ જૂની  Macallan Valerio Adami 1926ની એક બોટલ 10.90 લાખ ડોલર એટલે કે 8 કરોડ રૂપિયામાં વેચાઈ. આ અગાઉ દારૂની એક બોટલ હોંગકોંગમાં 7.78 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોનહેમ્સના એક દારૂ વિશેષજ્ઞ રિચાર્ડ હાર્વેએ કહ્યું કે  Macallan Valerio Adami 1926 ને જેણી ખરીદી છે તે પૂર્વક્ષેત્રના છે જ્યાં લોકોને વ્હીસ્કીમાં ખુબ રસ છે. પૂર્વ ક્ષેત્રમાં નવા નવા વ્હીસ્કીના બાર ખુલી રહ્યાં છે. આથી ત્યાંના લોકોને તેમાં ખાસો રસ છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે અમારા કુલ વેચાણનો લગભગ 40 ટકા ભાગ પૂર્વ ક્ષેત્રના ખરીદારોને જાય છે. બોનહેમ્સના નામે અત્યાર સુધી 3 સૌથી કિમતી વ્હીસકીની બોટલ થઈ ગઈ છે. જેના હરાજીમાં સૌથી વધુ પૈસા મળ્યાં છે. 



એડિનબર્ગના બોનહેમ્સ વ્હીસ્કી વિશેષજ્ઞ માર્ટિન ગ્રીને કહ્યું કે આ અમારા માટે ગર્વની વાત છે કે અમે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.  Macallan Valerio Adami 1926 ને 1926માં તૈયાર કરવામાં આવી હતી અને 1986માં તેને બોટલમાં પેક કરાઈ હતી. 



તેની ફક્ત 24 બોટલ તૈયાર કરાઈ હતી જેના લેબલ અને ડિઝાઈનિંગ પ્રસિદ્ધ પોપ સ્ટાર્સે કર્યા હતાં. 12 બોટલના  લેબલ ડિઝાઈનિંગ પીટર બ્લેકે કરી હતી અને 12ની વેલેરિયો અદામીએ કરી હતી.