ટોઈલેટમાં બેસવા દરમિયાન ઢીંચણનું હાડકું તૂટ્યા પછી ઈંગ્લેન્ડની એક મહિલા ખતરનાક બીમારી અંગે બીજાને ચેતવણી આપી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ 26 વર્ષની બેથાની ઈસને 19 વર્ષની ઉંમરમાં ઘૂંટણના દર્દનો અનુભવ કર્યો અને એક વધુ ડોક્ટરની મુલાકાત કરી જેણે તેનો એક્સરે લીધો અને એક ફિઝિકલ થેરેપિસ્ટ પાસે મોકલ્યા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈસને દાવો કર્યો કે ડોક્ટરે તેને જણાવ્યું કે એક્સરે લીધા બાદ ત્યાં કઈક હતું પરંતુ એ સુનિશ્ચિત નહતું કે  તે શું હતું. પરંતુ એક દિવસ ફેબ્રુઆરી 2016માં તે ખાસ કરીને તેના બેડરૂમમાં જવા માટે સીડીઓ  ચઢતી હતી ત્યારે ખુબ દર્દ મહેસૂસ કર્યું. રિપોર્ટ મુજબ ઈસન એક દિવસ કોલેજથી ઘરે આવી અને એ જોયું કે તેના ઢીચણમાં દુખાવો છે, બાથરૂમમાં ટોઈલેટ સીટ પર આરામ કરવા માટે રોકાઈ પરંતુ ત્યારે તેના ઘૂંટણનું હાડકું તૂટી ગયું. તેણે કહ્યું કે તે બસ વિખેરાઈ ગયું, મે ખુબ દર્દ મહેસૂસ કર્યું તે વાસ્તવમાં ખુબ દર્દનાક હતું. 


ઘૂંટણનું હાડકું તૂટવાનું કારણ હતું તેમાં એક વિશાળ કોશિકા ટ્યૂમરનું હોવું. ટ્યૂમરે તેના ઘૂંટણના હાડકાની સાથે સાથે આજુબાજુના કોમળ સ્નાયુઓને પણ નબળા પાડી દીધા હતા. આ એક એવી બીમારી હતી કે લાખોમાં એકને થાય છે. 


રિપોર્ટ મુજબ જોન્સ હોપકિન્સ મેડિસિનના જણાવ્યાં મુજબ એક વિશાળ કોશિકા ટ્યૂમર એક પ્રકારનું દુર્લભ અને આક્રમક બિન કેન્સરવાળું ટ્યૂમર હોય છે. તે સામાન્ય રીતે હાડકાના અંતમાં એક જોઈન્ટ પાસે વધે છે. આ માત્ર ઘૂંટણ જ નહીં પરંતુ તે તમારા હાથ અને પગના હાડકાની સાથે સાથે પેલ્વિસમાં પણ જોવા મળી શકે છે. 


ઈસનના પાર્ટનરે એક એમ્બ્યુલન્સ બોલાવી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. ત્યારબાદ ખબર પડી કે ટ્યૂમરના પરિણામ સ્વરૂપ તેના ઘૂંટણ અને જાંઘ બંનેના હાડકા બદલવા પડશે. ઈસને જણાવ્યું કે મને બતાવવામાં આવ્યું હતું કે 99 ટકા દર્દીઓમાં સર્જરી બાદ પૂર્ણ ગતિશિલતા નહીં હોય. તે સમયે તમને કોઈ રસ્તો નથી દેખાડતું. ડોક્ટરોએ તેને જણાવ્યું કે તેણે ફરીથી ચાલવાનું શીખવું પડશે. તે ફરી ક્યારેય ઊંચી એડીના જૂતા પહેરી શકશે નહીં. 


પરંતુ ઈસને આ બધી બાધાઓને પાર કરી અને પૂર્ણ ગતિશિલતા મેળવવા સફળ રહી. તેણે જણાવ્યું કે  ઠીક છે, 1 ટકા તો કરી શકે છે અને હું એ જ એક ટકો કરી શકું છું અને તમને ખોટા સાબિત કરી શકું છું અને મે કર્યું. ઈસન હવે લોકોને એ અપીલ કરે છે કે જો તેમને પણ આવું મહેસૂસ થાય કે તેમના શરીરમાં કઈક ઠીક નથી  તો ડોક્ટર પાસે જાઓ કારણ કે ઘૂંટણનું સાધારણ દર્દ પણ ખુબ  ગંભીર સ્વરૂપ લઈ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube