નવી દિલ્હી: અહીં તમને એક એવી બીમારી અંગે જણાવીશું જેને જાણીને તમારી આંખો પહોળી થઈ જશે. તમને લાગશે કે આવી તે કોઈ બીમારી હોય ખરા? પણ બિલકુલ સાચી વાત છે. આ એક દુર્લભ ગણાતી બીમારી છે અને ડોક્ટરો હાલ તેના નિરાકરણ માટે સંશોધન કરી રહ્યાં છે. મહિલાને એક એવી બીમારી છે જેના કારણે તે તેના પતિની નજીક જઈ શકતી નથી. મહિલાને પતિની એલર્જી છે. એટલે કે તેને પતિના શરીરમાંથી જે એક પ્રકારની ગંધ આવતી હોય તેની એલર્જી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

USમાં 'પે ટુ સ્ટે' વિઝા રેકેટનો પર્દાફાશ, ત્યાં રહેતા અનેક ભારતીયો પર તોળાઈ રહ્યું છે જોખમ


અમેરિકામાં રહેતી આ મહિલા જોહાના વોટકિન્સ આ વિચિત્ર કહી શકાય તેવી બીમારીથી પીડાય છે. જોહાનાને એક એવી એલર્જી છે કે તે તેના પતિને સ્પર્શી પણ શકતી નથી. જોહાનાને પહેલેથી જ આવી તકલીફ હતી પરંતુ લગ્ન બાદ તેના પતિના શરીરની ગંધથી બીમાર પડી ગઈ. જોહાના લગ્ન બાદ પણ પતિથી દૂર જ રહે છે. જો તે આમ ન કરે તો બીમાર થઈ જાય. જોહાનાના ડોક્ટરનું કહેવું છે કે તેનો પતિ માસ્ક પહેર્યા વગર જોહાનાને બિલકુલ ન મળે. જોહાનાએ આ બીમારી અંગે અનેક ડોક્ટરોના મત મેળવ્યાં છે. પરંતુ આ દુર્લભ બીમારીનો પાક્કો ઈલાજ આજ સુધી મળ્યો નથી. 


અત્રે જણાવવાનું કે જોહાનાને mast cell activation syndrome નામની બીમારી છે. ડોક્ટરોનું કહેવું છે કે તેઓ સતત આ દુર્લભ બીમારી પર રિસર્ચ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેઓ જલદી તેનો ઈલાજ શોધી લેશે. 


વિદેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...