Rare Position of Planets: એક જ લાઈનમાં આવશે આ ચાર ગ્રહ! સુંદર નજારો ભારતમાં પણ દેખાશે
Rare Planetary Alignment: 17 એપ્રિલે સૂર્યોદય પહેલા જ એક ગ્રહ એક લાઈનમાં આવવા લાગશે, પરંતુ સૌથી ખુબસુરત નજારો 20 એપ્રિલ 2022ના રોજ દેખાશે. આ દિવસે તમામ ચારેય ગ્રહો એક સાથે એક લાઈનમાં હશે. આ અદ્દભૂત નજારાને જોવાનો યોગ્ય સમય 20 એપ્રિલે સૂર્યોદય પહેલાનો રહેશે.
Saturn Mars Venus and Jupiter Position: ટૂંક સમયમાં સૌર મંડળમાં એક અદ્દભૂત નજારો જોવા મળશે. જોકે, 4 મહત્વપૂર્ણ ગ્રહ એક જ લાઈનમાં આવવાના છે. ગ્રહોને આવી સીધી રેખામાં આવવાથી આકાશમાં અદભૂત નજારો જોવા મળશે. ખગોળ પ્રેમીઓ માટે આ સ્થિતિ કોઈ ભેટથી ઓછી નહીં હોય. આગામી 17 એપ્રિલથી 20 એપ્રિલ સુધી શનિ, મંગળ, શુક્ર અને ગુરુ એક સીધી રેખામાં જોવા મળશે.
ભારતમાં પણ દેખાશે આ અદ્દભૂત નજારો
17 એપ્રિલે સૂર્યોદય પહેલા જ એક ગ્રહ એક લાઈનમાં આવવા લાગશે, પરંતુ સૌથી ખુબસુરત નજારો 20 એપ્રિલ 2022ના રોજ દેખાશે. આ દિવસે તમામ ચારેય ગ્રહો એક સાથે એક લાઈનમાં હશે. આ અદ્દભૂત નજારાને જોવાનો યોગ્ય સમય 20 એપ્રિલે સૂર્યોદય પહેલાનો રહેશે. ખુશીની વાત એ પણ છે કે 4 ગ્રહો આ રીતે એક જ રેખામાં દેખાતા આ સુંદર નજારો ભારતમાં પણ જોઈ શકાશે. જો કે, આવી તક ફક્ત તે વિસ્તારના લોકોને જ મળશે, જે પ્રદૂષણ મુક્ત છે.
Bank Holidays: આજથી સળંગ ચાર દિવસ બેંકો બંધ રહેશે, ફટાફટ ચેક કરો રજાઓની યાદી
આવો હશે ગ્રહોનો ક્રમ
ખગોળશાસ્ત્રીઓના મતે જો આપણે ગ્રહોના ક્રમ વિશે વાત કરીએ તો ગુરુ નીચેથી ડાબેથી જમણે રેખામાં પ્રથમ હશે. આ પછી શુક્ર, પછી મંગળ અને પછી શનિ હશે. આ સમય દરમિયાન ગુરુને જોવામાં સૌથી મુશ્કેલ હોઈ શકે છે કારણ કે તે ક્ષિતિજની ઉપર હશે અને ત્યાં સામાન્ય રીતે ગ્રહોના પ્રકાશમાં ઘટાડો થાય છે. તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2005માં આવો નજારો જોવા મળ્યો હતો.
પેટ્રોલ-ડીઝલ અને LPG બાદ PNGની કિંમતમાં કમરતોડ ભાવ વધારો, જાણો તમારા શહેરમાં હવે કેટલી થઈ કિંમત?
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube