Chinese Developers: ચીનના રિયલ એસ્ટેટ સંકટે અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડ્યું છે. મોટા પાયે છટણી થઈ છે અને અબજો ડોલરની કંપનીઓ પતનના માર્ગે છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વધુ બદતર થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોલ સ્ટ્રીટ જનરલના એક રિપોર્ટ મુજબ ચીનના સ્ટેટેસ્ટિક્સ બ્યૂરોના આંકડા જણાવે છે કે ચીનમાં નવા ઘરોનું વેચાણ ગત વર્ષે 6 ટકા ઘટ્યું. બ્રોકર સેન્ટલાઈન પ્રોપર્ટી મુજબ તેના ચાર સૌથી અમીર શહેરો બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગજૌ, અને શેન્જેનમાં સેકન્ડહેન્ડ ઘરોની ભાવમાં ડિસેમ્બરમાં ગત વર્ષની સરખામણીમાં 11 ટકાથી 14 ટકા વચ્ચે ઘટાડો થયો છે. ડેવલપર્સ ઓછા નવા પ્રોજેક્ટ શરૂ કરે છે. ગૃહસ્વામી પોતાની લોનની ચૂકવણી જલદી કરે છે અને ઓછું ઉધાર લે છે. 


વિચિત્ર માર્કેટિંગ સ્ટ્રેટેજી
ચીની ડેવલપર્સ અને સ્થાનિક સરકારો ઘર ખરીદનારાઓને આકર્ષવા માટે એટલા ઉત્સુક છે કે કેટલાકે તો વિચિત્ર માર્કેટિંગ સ્ટ્રેટેજીનો સહારો લીધો છે. રિપોર્ટ મુજબ તિયાનજિનમાં એક પ્રોપર્ટી કંપનીએ એક વીડિયો જાહેરાત ચલાવી જેમાં નારો આપવામાં આવ્યો હતો કે, 'એક ઘર ખરીદો, એક પત્ની મફત મેળવો'. આ શબ્દોનો એક ખેલ છે, જેમાં 'એક ઘર ખરીદો, અને તેને તમારી પત્નીને આપી દો.' વાક્ય જેવા ચીની અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ તેને એવી લાઈન તરીકે ઉપયોગમાં લેવાયું કે જેમ સામાન્ય રીતે ઘર ખરીદનારાઓ માટે ફ્રી ગિફ્ટ આપવા માટે ઉપયોગમાં લેવાય છે. સપ્ટેમ્બરમાં આ જાહેરાત બદલ કંપની પર 4184 ડોલરનો દંડ પણ લાગ્યો હતો. 


એ જ રીતે પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં એક રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સે ગત વર્ષે ઘર ખરીદનારાઓને 10 ગ્રામ સોનાની ઈંટ આપવાનો વાયદો કર્યો હતો. 


મંદી રહેશે
આ મહિનાની શરૂઆતમાં પીપલ્સ બેંક ઓફ ચાઈનાના સ્ટેટેસ્ટિક્સ વિભાગના પૂર્વ પ્રમુક શેંગ સોંગચેંગે એક સ્થાનિક સંમેલનમાં કહ્યું હતું કે હાઉસિંગ મંદી આગામી બે વર્ષ સુધી યથાવત રહેશે. તેમનું માનવું છે કે 2024 અને 2025 બંનેમાં નવા ઘરના વેચાણમાં 5 ટકાથી વધુનો ઘટાડો થશે. 


એએનઝેડમાં ચીનના મુખ્ય અર્થશાસ્ત્રી રેમન્ડ યેઉંગે કહ્યું કે મોટી સંખ્યામાં લોકો ઘર ખરીદી રહ્યા નથી કે ખરીદી શકતા નથી. તેમણે કહ્યું કે ચીની લોકોના પ્રોપર્ટી સેક્ટરને જોવાની રીતમાં એક પાયાનો ફેરફાર આવ્યો છે, ઘરને હવે સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવતું નથી. 


ચીનના રિયલ એસ્ટેટ સેક્ટર અને તે સંલગ્ન  અન્ય ઉદ્યોગો એક સમયે જીડીપમાં લગભગ એક ચતુર્થાંશ ભાગ હતો. આ સેક્ટરની મંદીર દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દબાણ બનાવી રહી છે. આ કારણે ચીની સરકાર પાસે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વધુ પ્રયત્નોની માંગણી કરાઈ છે. પરંતુ હજુ સુધી ચીની અધિકારી એક ઐતિહાસિક પ્રોત્સાહન પેકેજ રજૂ કરવાની જગ્યાએ ખંડિત નીતિઓ પર મક્કમ છે. 


અનેક અર્થશાસ્ત્રીઓ તેની સરખામણી જાપાન સાથે કરી રહ્યા છે. જેણે રિયલ એસ્ટેટ અને સ્ટોકના ભાવમાં ઘટાડાથી બહાર આવવાની કોશિશમાં દાયકાઓ વેડફી નાખ્યા. ચીનના શેરબજાર વર્ષોથી મંદીમાં છે. જો કે કેટલાક અર્થશાસ્ત્રીઓ હજુ પણ આશાવાદી છે. બેંક ઓફ અમેરિકાના મુખ્ય ચીની અર્થશાસ્ત્રી હેલેન કિઆઓએ કહ્યું કે, આ વર્ષના પહેલા છમાસિકમાં સેકન્ડહેન્ડ ઘરોના ખરીદાર ધીરે ધીરે નવા ઘરના બજારમાં પાછા ફરશે અને આ સેક્ટરને આગળ વધારશે. અહીંથી ચીજો સારી થવા લાગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube