નવી દિલ્હી: દહીં દક્ષિણ ભારતની સાથે સાથે ઉત્તર ભારતના ભોજનનો પણ એક મહત્વનો ભાગ છે. દહીં એક એવી વસ્તુ છે જે દરેક ઉંમરની વ્યક્તિ ખાઈ શકે છે. ગરમીની ઋતુમાં શરીરને ઠંડુ રાખનારું દહીં અનેક મહત્વપૂર્ણ ફાયદા આપે છે. દહીં ગરમીમાં શરીરને લૂના થપેડાથી બચાવે છે. આગ ઝરતા તડકામાં ઠંડી લસ્સી મળી જાય તો તરત રાહત મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમીની ઋતુમાં રાહત આપનારું દહીં ચોમાસામાં જો આરોગવામાં આવે તો આફત બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ચોમાસાની ઋતુ રાહત તો આપે છે પરંતુ સાથે સાથે અનેક સમસ્યાઓ લઈને આવે છે. ચોમાસામાં જો ખાવા પીવાનું બરાબર ધ્યાન રાખવામાં ન આવે તો અનેક બીમારીઓ થઈ શકે છે. આ ઋતુમાં ખાવા પીવામાં થોડી પણ બેદરકારી બીમાર બનાવી શકે છે. લોકો વિચારે છે કે આ ઋતુમાં વરસાદમાં પલળવાથી લોકો બીમાર થાય છે જે એક ખોટી ધારણા છે. વરસાદની ઋતુમાં ખાવાપીવામાં લાપરવાહીથી તબીયત ઉપર પણ ખરાબ અસર પડે છે. 



વરસાદમાં દહીં કે છાશના સેવનને ટાળવું જોઈએ. વરસાદની ઋતુમાં આ પ્રકારની ડેરી પ્રોડક્ટ્સમાં બેક્ટેરિયાની સંખ્યા વધુ હોય છે. આ ઋતુમાં દૂધ હંમેશા ઉકાળીને પીવું. દહીંમાં પ્રોટીન વધુ હોય છે આથી વરસાદની ઋતુમાં એવી ચીજોથી બચવું જોઈએ જે પિત્ત વધારે છે. 



દહીંની તાસીર ઠંડી હોય છે જ્યારે વરસાદની ઋતુમાં ડોક્ટર તાજુ અને ગરમ ભોજન ખાવાની સલાહ આપે છે. આ ઋતુમાં પાચન નબળું પડે છે અને પેટમાં ગેસ થવાની સામાન્ય સમસ્યા જોવા મળતી હોય છે. ચોમાસામાં એવી ચીજોથી દૂર રહેવું જોઈએ જે પેટમાં ગેસ પેદા કરે. આ ઉપરાંત વરસાદમાં માછલી અને સી ફૂડ પણ ન ખાવું જોઈએ. 



ઈંડાવાળી માછલી ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાના ચાન્સ વધે છે. મોટાભાગના લોકોને વરસાદમાં ગરમાગરમ ભજીયા કે પકોડા ખાવાનું મન થતું હોય છે. પરંતુ આ ઋતુમાં પકોડા પણ સાચવીને ખાવા. તળેલુ બહુ ખાવાથી એસિડિટી થવાનું જોખમ રહે છે.