ન્યૂયોર્કઃ કાશ્મીર મુદ્દાને લઈને પાકિસ્તાન પ્રત્યે દોસ્તી નિભાવનાર તુર્કીને એકવાર ફરી ભારે પડી ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રમાં કાશ્મીરનો ઉલ્લેખ કરનાર તુર્કીને થોડા સમયમાં ભારતે આકરો જવાબ આપ્યો અને તેની દુખતી રગ પર હાથ રાખી દીધો છે. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરી સાઇપ્રસના મુદ્દા પર તુર્કીને ઘેરી લીધુ છે. મહત્વનું છે કે તુર્કી હંમેશા આ મામલાથી રોષે ભરાયેલું રહે છે. 


હકીકતમાં વિદેશ મંત્રી એસ જયશંકરે સાઇપ્રસસના પોતાના સમકક્ષ નિકોસ ક્રિસ્ટોડૌલાઇડ્સની સાથે દ્વિપક્ષીય બેઠક કરી, જેમાં તેમણે સાઇપ્રસના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવાની જરૂરીયાત પર ભાર આપ્યો. જયશંકરે ક્રિસ્ટોડૌલાઇડ્સની સાથે પોતાની મુલાકાત વિશે બુધવારે ટ્વીટ કર્યુ અને લખ્યુ- 'અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યા છીએ. મેં તેમની પ્રાદેશિક અંતદ્રષ્ટિની પ્રશંસા કરી. બધાએ સાઇપ્રસના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવું જોઈએ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube