ચીન વિશે કહેવત છે કે ટેબલ ખુરશીને બાદ કરતા દરેક 4 પગવાળી વસ્તુ ખવાય છે. પરંતુ આજે અમે જે ડિશની વાત કરીશું તેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. ડિશનું નામ છે વર્જિન એગ  (Virgin Egg), જેને બનાવવા માટે કુંવારા છોકરાઓના મૂત્ર (Urine) નો ઉપયોગ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસંત ઋતુમાં ખવાય છે આ વર્જિન એગ
વર્જિન એગ નામની આ ડિશ ચીનના જેજિયાંગ પ્રાંત (Zhejiang Province) માં ખુબ ફેમસ છે. વસંતની ઋતુ શરૂ થતા જ ત્યાં રહેતા લોકો આ ડિશ ખુબ મજા લઈને ખાતા હોય છે. 


યુરિનમાં ડુબાડી  રાખે છે ઈંડા
આ ડિશની ખાસ વાત એ છે કે તેને બનાવવા માટે કુંવારા છોકરાઓના યુરિન એટલે કે મૂત્રનો ઉપયોગ થાય છે. સાંભળવામાં તમને થોડું અજીબ લાગશે. ચિતરી ચડશે પણ આ સાચુ છે. વ્યંજનમાં ઉપયોગમાં લેવાતા ઈંડાને યુરિનમાં ડુબાડીને રખાય છે. આથી તેને 'વર્જિન' એગ કહેવાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube