Relationship: આજકાલ લગ્નની બહાર રિલેશનશિપ હોવી કોમન વાત હોય છે. આ કામમાં મહિલાઓ પણ પુરૂષો કરતાં પાછળ નથી. તાજેતરમાં જ બ્રિટનમાં થયેલા એક સર્વેમાં મળી આવ્યું છે દર 4 માંથી 1 મહિલા ઓપન રિલેશનશિપમાં રહે છે. એટલે કે તેના એક કરતાં વધુ પાર્ટનર સાથે સેક્સુઅલ રિલેશનશિપમાં રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 હજાર લોકોએ સર્વેમાં લીધો ભાગ
'ધ સન' ના રિપોર્ટ અનુસાર રિલેશનશિપ પર સર્વે IlllicitEncounters.com એ કર્યો છે. આ સર્વેમાં 2 હજાર મહિલા-પુરૂષોએ ભાગ લીધો હતો. સર્વેમાં જાણવા મળ્યું છે સેક્સુઅલ રિલેશનશિપના મામલે હવે મહિલાઓ પણ બંધાયેલા સંબંધોને ખોવા માંગતી નથી. તે પુરૂષોની માફક હવે એકથી વધુ પાર્ટનર સાથે પોતાના સંબંધોને માણે છે. સર્વેમાં એ પણ સામે આવ્યું કે દર 5 માંથી એક પુરૂષના પણ ઘણા સેક્સુઅલ પાર્ટનર છે. 


એક કરતાં વધુ પાર્ટનર સાથે સંબંધ
સર્વે દાવો કરવામાં આવ્યો છે કે મહિલાઓ-પુરૂષોમાં દરેકમા6 5 માંથી 4 લોકોએ કહ્યું કે એક જ વ્યક્તિ સાથે જીંદગી વિતાવતી એકદમ કંટાળાજનક છે. એટલા માટે એક કરતાં વધુ પાર્ટનર સાથે સેક્સુઅલ રિલેશનશિપ રાખવી યોગ્ય છે. તેનાથી જીંદગીમાં નવો રોમાંચ અને કંઇક નવું કરવાની ખુશી મળે છે. 

ITR Filing Rules: આઇટીઆર ફાઇલ કરવાના નિયમોમાં મોટો ફેરફાર! 21 એપ્રિલથી થયો લાગૂ


નવા પાર્ટનર સાથે સંબંધોથી મળે છે ખુશી
રિપોર્ટ અનુસાર સર્વે ભાગ લેનાર મહિલાઓએ જણાવ્યું કે તેમાંથી લગભગ 50 ટકા અને 46 ટકા પુરૂષોને એક્સ્ટ્રા મેરિટલ રિલેશન છે. તે હાલના સાથીની તુલનામાં નવા પાર્ટનર સાથે સંબંધ બનાવતી વખતે વધુ રોમાંચિત અનુભવે છે. તેનાથી તેમને જીંદગીને નવેસરથી સમજવામાં મદદ મળે છે. સાથે જ તે દરેક ખુશીનો અહેસાસ કરે છે. 

મધમીઠી કેરી પણ તમારી માટે હાનિકારક સાબિત થઈ શકે છે, કેરી ખાવાથી થાય છે આ 6 નુકસાન


સંબંધોમાં રાખે છે પુરી પારદર્શિતા
સેક્સ એક્સપર્ટ જેસિલા લિયોની કહે છે કે ઘણા લોકોને એક જ વ્યક્તિ સાથે વર્ષો સુધી સુવુ એકદમ કંટાળાજનક લાગે છે. તેથી એવા લોકો ઓપન રિલેશનશિપ એટલે કે એક કરતાં વધુ પાર્ટનર સાથે સંબંધને અપનાવી રહ્યા છે. તેમાં કંઇપણ ખોટું નથી, જો આ સંબંધ પારદર્શિતાની સાથે શરૂ કરવામાં આવ્યા હોય. જોકે લોકો ખોટું બોલીને આવા સંબંધ બનાવે છે તો તે સમસ્યા શરૂ થઇ જાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube