લંડનઃ રિલેશનશિપ (Relationship Tips) માં સોથી મુશ્કેલ સમય તે હોય છે, જ્યારે પાર્ટનર અચાનક તમારાથી દૂર થઈ જાય. આવી સ્થિતિમાં પોતાની જાતને સંભાળવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને એવું લાગે છે કે, તેની સાથે આવું કેમ થયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ઓફિસમાં કામ કરતા યુવક અને યુવતી
મીડિયા હાઉસ ધ સનના અહેવાલ મુજબ 30 વર્ષની એક યુવતીએ પોતાની આવી જ કહાની કહી છે. યુવતીએ કહ્યું કે તે એક ઓફિસમાં કામ કરે છે. ત્યાંજ 34 વર્ષનો પરિણીત પુરુષ પણ કામ કરે છે. વર્ષ 2019 માં ક્રિસમસના કારણે બધુ બંધ હતું પરંતુ અરજન્ટ કામના કારણે બંને ઓફિસ પહોંચ્યા હતા.


બંનેએ ઓફિસમાં બનાવ્યા 'રિલેશન'
ત્યાં કામ કરતી વખતે બંનેએ ઘણી વાતો કરી. આ દરમિયાન બંને રોમેન્ટિક મૂડમાં આવી ગયા હતા. આ પછી બંનેએ ટોયલેટ, સ્ટાફ કિચન અને બોસના ટેબલ પર પણ રિલેશન બનાવ્યા હતા. આ ખુશીની ક્ષણ માણી બંને સાંજે પોતપોતાના ઘરે ગયા હતા.


'સંબંધ' બનાવ્યા બાદ ગભરાયો યુવક
શિયાળાના વેકેશન બાદ ઓફિસ ખુલી ત્યારે યુવતી સાથે યુવકે થોડા દિવસો સુધી વાત કરી હતી. એ પછી અચાનક બોલવાનું બંધ થઈ ગયું. ઘણું પૂછવા પર તેણે કહ્યું કે તે તેના એક દિવસના સંબંધથી ડરી ગયો છે. તેને ડર છે કે જો તેને આ સંબંધ વિશે ખબર પડી તો તેની નોકરી છૂટી શકે છે અને લગ્ન પણ તૂટી શકે છે. તેથી હવે તે આ વિશે વાત કરવા માંગતો નથી.


યુવતી સાથે કર્યું બ્રેકઅપ
યુવતીના કહેવા પ્રમાણે, યુવકની વાત સાંભળીને તેને ખૂબ જ દુ:ખ થયું, પરંતુ તેની સમસ્યાને સમજીને તે આગળ ન વધી. આ સાથે બંને ઓફિસમાં સાથે કામ કરતા રહ્યા.


હવે કન્ફ્યૂઝનમાં જીવી રહ્યો છે યુવક
રિપોર્ટ અનુસાર, બંને લગભગ એક મહિના પહેલા મળ્યા હતા અને સાથે ઘણા ડ્રિંક્સ પણ પીતા હતા. તે દરમિયાન યુવકે કહ્યું કે તે તેને ખૂબ જ યાદ કરે છે. તે દરમિયાન એવું લાગી રહ્યું હતું કે યુવક જૂના સંબંધને ફરીથી તાજો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.


વિચિત્ર થઈ ગયો છે વ્યવહાર
પરંતુ આવું કંઈ થયું નહીં, તેના બદલે તેણે તેની વધુ અવગણના કરવાનું શરૂ કર્યું. તેણે ઓફિસમાં તેની સાથે કામના મુદ્દાઓ પર ચર્ચા કરવાનું ટાળવાનું શરૂ કર્યું. હવે તે દરેક સમયે ટેન્શન બતાવે છે અને તેનું વર્તન વિચિત્ર બની રહ્યું છે.


યુવકના વર્તનથી નારાજ યુવકી
યુવતીએ પૂછ્યું કે ઓફિસમાં કામ કરતી વખતે તેને હવે વિચિત્ર લાગે છે. આવી સ્થિતિમાં તેણે નોકરી બદલવી જોઈએ કે પછી તેને જૂની વાત માનીને સંબંધોને ભૂલી જવું જોઈએ. યુવતીના આ સવાલ પર લોકો તેને વિવિધ રસપ્રદ સૂચનો આપી રહ્યા છે.


એક વાચકે કહ્યું કે તેણે કંઈ ખોટું કર્યું નથી. તેથી તેને સામાન્ય રહેવું જોઈએ. જો યુવક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે, તો તેની સામે કોઈ કાર્યવાહી થવી જોઈએ..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube