હાશ...ઓમિક્રોનનો `તોડ` મળી ગયો, આ કોરોના વાયરસની ઝંઝટથી હવે મળશે છૂટકારો!
ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને કોવિડ-19નો નવો વેરિએન્ટ ઓમિક્રોન(Covid-19 Omicron Variant) ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ બધા વચ્ચે ઓમિક્રોનનો તોડ મળી ગયો છે.
વોશિંગ્ટન: ભારત સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે અને કોવિડ-19નો નવો વેરિએન્ટ ઓમિક્રોન(Covid-19 Omicron Variant) ઝડપથી લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે. આ બધા વચ્ચે ઓમિક્રોનનો તોડ મળી ગયો છે અને વૈજ્ઞાનિકોએ એવી એન્ટીબોડીની ઓળખ કરી છે જે ઓમિક્રોન અને અન્ય વેરિએન્ટને તે જગ્યાઓને નિશાન બનાવીને નિષ્ક્રિય કરી શકે છે જે મ્યુટેશન બાદ પણ વાસ્તવમાં બદલાતા નથી.
ઓમિક્રોન સહિત આવનારા નવા વેરિએન્ટ ઉપર પણ અસરકારક
આ અભ્યાસ સાયન્સ મેગેઝીન 'નેચર'માં પ્રકાશિત થયો છે અને આ રિસર્ચથી રસી તૈયાર કરવામાં અને એન્ટીબોડીથી સારવારમાં મદદ મળી શકે છે. જે માત્ર ઓમિક્રોનને જ નહીં, પરંતુ ભવિષ્યમાં ઉભરતા અન્ય સ્વરૂપો વિરુદ્ધ પણ પ્રભાવી હશે.
રાહતના શ્વાસ લો! એક્સપર્ટે જણાવ્યું- 2022માં આ મહિના પછી કોરોના વાયરસ સાવ સામાન્ય થઈ જશે
કેવી રીતે મળશે વાયરસથી છૂટકારો?
અમેરિકામાં 'યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિન' ના સહાયક પ્રોફેસર ડેવિડ વેસલરે કહ્યું કે આ અભ્યાસ એ દર્શાવે છે કે સ્પાઈક પ્રોટીન પર અત્યાધિક સંરક્ષિત સ્થાનોને નિશાન બનાવનારા એન્ટીબોડી પર ધ્યાન કેન્દ્રિત કરીને વાયરસના સતત વિકાસથી છૂટકારો મેળવવાની રીત મેળવી શકાય છે.'
નવો વેરિએન્ટ કેમ ઝડપથી કરી શકે છે સંક્રમિત?
કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપમાં અસામાન્ય રીતે સ્પાઈક પ્રોટીનમાં 35 પરિવર્તન (મ્યુટેશન) છે, જેનો ઉપયોગ વાયરસ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરવા અને સંક્રમિત કરવા માટે કરે છે. એવું માનવામાં આવે છે કે પરિવર્તન આંશિક રીતે આ ફેરફારોની વ્યાખ્યા કરે છે કે નવું સ્વરૂપ આટલું ઝડપથી ફેલાવવામાં સક્ષમ કેમ હોય છે, કેમ એવા લોકોને પણ સંક્રમિત કરે છે જેમણે રસીના ડોઝ લીધેલા છે અને તે લોકોને પણ કેમ સંક્રમિત કરે છે જે પહેલેથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
પ્રોફેસર ડેવિડ વેસલરે કહ્યું કે તેઓ આ સંબંધિત સવાલના જવાબ શોધી રહ્યા હતા કે આ નવા સ્વરૂપ ઈમ્યુન સિસ્ટમ અને એન્ટીબોડીની પ્રતિક્રિયાઓથી કેવી રીતે બચે છે. આ મ્યુટેશનના પ્રભાવને આકલન કરવા માટે રિસર્ચર્સે એક અક્ષમ, પ્રતિકૃતિ ન બનાવી શકનારો 'સૂડો વાયરસ' તૈયાર કર્યો અને તેના સહારે આ અભ્યાસ કર્યો.
(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube