લાહોરઃ ધમકીઓથી કંટાળીને પહેલા ટ્વીટર છોડ્યું, પછી પેશાવરથી લાહોર વસી ગયા અને આખરે પરિવાર સહિત પાકિસ્તાન છોડવું પડ્યું છે. આ કહાની છે શીખ નેતા રાધેશ સિંહની, જેથી પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની સાથે થઈ રહેલા અત્યાચારની વધુ એક ભયાનક તસવીર સામે આવી છે. પાકિસ્તાનમાં તેના દાવાથી વિપરીત અલ્પસંખ્યકો પર અત્યાચાર બંધ થવાનું નામ લઈ રહ્યો નથી. આ ઘટના તેવા સમયમાં થઈ છે જ્યારે હાલમાં શીખ યુવતીના અપહરણ બાદ તેનું બળજબરીથી ધર્મપરિવર્તન અને નનકાના સાબિહ પર કટ્ટરપંથિઓના હુમલાથી પાકિસ્તાન ચારેતરફથી ઘેરાયેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચૂંટણી લડ્યા હતા રાધેશ, શીખોના મોટા નેતા
તમને જણાવી દઈએ કે રાધેશને પાકિસ્તાનમાં શીખોના કદ્દાવર નેતા માનવામાં આવે છે, જે 2018ની ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી ચુક્યા છે. તેઓ પેશાવરથી ઉભા હતા ત્યારબાદ ધમકીઓ મળવાનો સિલસિલો શરૂ થયો હતો. વાત ત્યાં સુધી આવી કે તેમણે પહેલા ટ્વીટર છોડ્યું, પછી શહેર. લાહોર પહોંચ્યા બાદ તેમણે પોલીસ સુરક્ષાની માગ કરી, પરંતુ કોઈ પ્રકારનો સહયોગ ન મળવા પર તેમણે આખરે દેશ છોડવાનો નિર્ણય કર્યો હતો. 


કટ્ટરપંથિઓના ડરથી અજાણ્યા સ્થળ પર
બીબીસીના રિપોર્ટ પ્રમાણે, રાધેશ હાલમાં કોઈ અજાણ્યા સ્થળમાં રહે છે. તેમણે કહ્યું, 'જો વાત માત્ર મારા જીવની હોત તો હું પાકિસ્તાન કોઈપણ સ્થિતિમાં ન છોડત પરંતુ આ મારા પરિવાર અને મારી સાથે જોડાયેલા લોકોની જિંદગીનો સવાલ પણ છે. આવી સ્થિતિમાં મારી પાસે મારો દેશ છોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહતો.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


આ VIDEO પણ ખાસ જુઓ...