UNના મંચેથી આપેલા ભડકાઉ ભાષણના લીધે સાઉદી પ્રિન્સ PAK પર કાળઝાળ, ઈમરાનને રઝળાવ્યાં?
પાકિસ્તાનના એક સાપ્તાહિક મેગેઝીન ફ્રાઈડે ટાઈમ્સે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના કેટલાક નિવેદનોથી એટલા તે નારાજ થઈ ગયા કે તેમણે અમેરિકાથી પાછા ફરતી વખતે પોતાનું વિમાન સુદ્ધા પાછું બોલાવી લીધુ હતું.
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના એક સાપ્તાહિક મેગેઝીન ફ્રાઈડે ટાઈમ્સે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સંયુક્ત રાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનના કેટલાક નિવેદનોથી એટલા તે નારાજ થઈ ગયા કે તેમણે અમેરિકાથી પાછા ફરતી વખતે પોતાનું વિમાન સુદ્ધા પાછું બોલાવી લીધુ હતું. તે સમયે એવું કહેવાયું હતું કે ટેક્નિકલ ખામીના કારણે વિમાન પાછું ફર્યું હતું પરંતુ પત્રિકાના દાવા મુજબ ઈમરાન ખાનની સંયુક્ત રાષ્ટ્રમાં અપાયેલી સ્પીચથી સાઉદી ક્રાઉન પ્રિન્સ એટલા ગુસ્સે ભરાયા હતાં કે તેમણે પોતાનુ વિમાન પાછું બોલાવી લીધુ હતું.
જાહેરમાં પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ઈમરાન ખાનના જુઠ્ઠાણા ગણાવ્યા
અત્રે જણાવવાનું કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે અમેરિકા જતા પહેલા ઈમરાન ખાન સાઉદી અરબ ગયા હતાં. સાઉદીથી ઈમરાન ખાન કોમર્શિયલ ફ્લાઈટથી જ ન્યૂ યોર્ક જવાના હતાં પરંતુ સાઉદી પ્રિન્સે તેમને મહેમાન તરીકે પોતાનું ખાસ વિમાન ઉપલબ્ધ કરાવ્યું હતું. ત્યારબાદ તેઓ આ જ વિમાનથી સંયુક્ત રાષ્ટ્રના સેશન બાદ પાકિસ્તાન પાછા ફરી રહ્યાં હતાં ત્યારે અધવચ્ચે પાછા જવું પડ્યું હતું. હવે પાકિસ્તાનની મેગેઝીન ફ્રાઈડે ટાઈમ્સે પોતાના એવા અહેવાલથી બધાને ચોંકાવી દીધા છે કે કોઈ ટેક્નિકલ ખામી નહતી, આ તો મોહમ્મદ બિન સલમાનની નારાજગી હતી જેના કારણે ઈમરાન ખાનના વિમાને પાછા ફરવું પડ્યું હતું.
મેગેઝીને ઈમરાન ખાન પર ઉઠાવ્યાં સવાલ
ફ્રાઈડે ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં કહ્યું કે કોઈ પણ સંજોગોમાં ઈમરાન ખાનના પ્રશંસક બની રહેનારાઓએ ન્યૂ યોર્કથી પાછા ફરતા ઈમરાનનું સ્વાગત વિજેતા કે હીરો તરીકે કર્યું. એટલે સુધી કે તેમના તરફથી એવું પણ સૂચન આવ્યું કે જે વિમાનથી ઈમરાન ખાન જેદાહથી ઈસ્લામાબાદ પાછા ફરી રહ્યાં છે તેને ઈમરાન પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે એફ-17 થંડર વિમાનોના ઘેરામાં લેવું જોઈએ.
જુઓ LIVE TV