નવી દિલ્હીઃ શું તમે ક્યારેય જાનવરો દ્વારા આત્મહત્યા કરવા વિશે સાંભળ્યું છે? જો નહીં તો અમે આજે તમને એક એવી વિચિત્ર જગ્યા વિશે જણાવીશું જ્યાં જઈને કુતરાઓ આત્મહત્યા કરી લે છે. સ્કોટલેન્ડમાં એક એવો પુલ છે, જ્યાંથી છલાંગ લગાવીને કુતરા ખુદ પોતાનો જીવ આપી દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ સ્કોટલેન્ડના આ પુલને કુતરાઓની આત્મહત્યા માટે ઓળખવામાં આવે છે. બ્રિજની ઊંચાઈ 50 ફૂટ છે. કહેવામાં આવે છે કે તેના પર જ્યારે કુતરો ફરવા માટે આવે છે, તો ખુદ જ પુલ પરથી છલાંગ લગાવી દે છે. આ કારણ છે કે પુલને ડોગ્સ સ્યુસાઇડ બ્રિજનું નામ આપવામાં આવ્યું છે. 


હજુ રહસ્યનો ઉકેલ આવ્યો નથી
અંગ્રેજી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા અહેવાલ પ્રમાણે અનેક કુતરાઓએ આ પુલ પરથી નીચે છલાંગ લગાવી છે, જેમાંથી 50ના મોત થઈ ગયા છે. પરંતુ આ પુલનું શું રહસ્ય છે, હજુ કોઈ જાણી શક્યું નથી. 


સ્થાનીક લોકો જણાવે છે કે કુતરાઓની આત્મહત્યાને જોતા તેણે એક નોટિસ પણ લગાવી દીધી છે, જેથી અહીં આવતા-જતા લોકોને ખ્યાલ આવી શકે. આ પુલનું નિર્માણ વર્ષ 1950માં થયું હતું. લોકો જણાવે છે કે આ પુલ જ્યારથી બન્યો, ત્યારથી આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. 


એટલું જ નહીં લોકોનું કહેવું છે કે એક વાર તો એક વ્યક્તિએ પોતાના પુત્રને પુલથી નીચે ફેંકી દીધો અને ખુદે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. 


આ પણ વાંચોઃ Russia-Ukraine Conflict: શું યુક્રેન સંકટની સાથે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? જાણો કઈ રીતે શરૂ થઈ હતી પ્રથમ અને બીજી વર્લ્ડ વોર


અહીં કંઈક ગડબડ છે
તેને લઈને ઘણઆ પ્રકારની કહાનીઓ કહેવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે આ જગ્યા પર ભૂત-પ્રેત સાથે જોડાયેલી નકારાત્મક શક્તિઓ છે, તો કેટલાક લોકો કહે છે કે કુતરાઓની અંદર ભૂત આવી જાય છે અને તે પુલ પરથી કુદી જાય છે. જે લોકોના કુતરા અહીંથી કુદી ગયા તેનું પણ માનવું છે કે અહીં કંઈક અજીબ છે, જેના કારણે કુતરા નીચે કુદી જાય છે. 


હવે સત્ય ગમે તે હોય પણ આજે પણ આ પુલ લોકોની સામે કોયડો બનીને ઉભો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube