ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીઓના માલિક એલન મસ્કે જ્યારથી માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (અગાઉ ટ્વિટર) ખરીદી છે ત્યારથી વિવાદ તેમનો પીછો છોડતા નથી. હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એલોન મસ્કની X પર આતંકવાદી જૂથો પ્રીમિયમ સર્વિસનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ટેક ટ્રાન્સપરન્સી પ્રોજેક્ટ (TTP) ના એક રિપોર્ટમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે જે મુજબ એલન મસ્કનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અમેરિકા દ્વારા જેને આતંકવાદી સમૂહ જાહેર કરાયા છે તેના બે નેતાઓ અને સરકાર દ્વારા સ્વીકૃત અને સંગઠનોને પ્રીમીયમ સેવા આપી રહ્યું છે. રિપોર્ટમાં યુએસ-સ્વીકૃત સંસ્થાઓ માટે એક ડઝનથી વધુ એક્સ એકાઉન્ટ્સની ઓળખ કરવામાં આવી જેના પર બ્લ્યુ ટિક હતું. અત્રે જણાવવાનું કે એક્સના નવા નિયમો મુજબ હવે યૂઝર્સે બ્લ્યુ ટિક માટે પેઈડ પ્રીમીયમ સર્વિસ ખરીદવી પડે છે. જ્યારે પહેલા એવું નહતું. અગાઉ કંપની એવા યૂઝર્સને બ્લ્યુ ટિક આપતી હતી જેમની લોકપ્રિયતાની તેમની ટીમ તપાસ કરતી હતી. 


અનેક ફાયદા
આ એકાઉન્ટ્સમાંથી 18 એ ગત વર્ષે એપ્રિલમાં એક્સની પ્રીમિયમ સર્વિસ લીધી હતી. જ્યારથી એક્સે ખરાઈ માટે ફી લેવાની શરૂઆત કરી. રિપોર્ટમાં કહેવાયું છે કે આ એકાઉન્ટ્સ દ્વારા પ્રીમીયમ સેવા પર મંથલી કે એન્યુઅલી ફીની ચૂકવણી કરવી એ વાત દર્શાવે છે કે એક્સ આ એકાઉન્ટ્સ સાથે નાણાકીય લેવડદેવડમાં સામેલ રહ્યું છે જે કદાચ અમેરિકી પ્રતિબંધોનો ભંગ છે. 


હટાવ્યા બ્લ્યૂ ટિક
ટીટીપી રિસર્ચર્સે જ્યારે આ એકાઉન્ટ્સ વિશે એક્સના પ્રતિનિધિને પૂછ્યું તો તેમણે કહ્યું કે તેના પર ધ્યાન આપવામાં આવશે. પરંતુ કોઈ ટિપ્પણી કરી નહીં. રિપોર્ટમાં કહેવાયું છે કે આ રિપોર્ટના પ્રકાશિત થયાના ગણતરીના કલાકો  બાદ એક્સના રિપોર્ટમાં સામેલ તમામ બ્લ્યૂ ટિક હટાવી દેવાયા અને ઈરાી પ્રાયોજિત મિલિશિયા હરકતઅલનુજાબાના એક એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવાયું. બ્લ્યૂ ટિક ગુમાવનારાઓમાં હિજબુલ્લા નેતા હસન નસરલ્લાહ અને યમનમાં હૂતી વિદ્રોહીઓ સંબંધિત એકાઉન્ટ્સ પણ સામેલ છે. 


જો કે એક્સ દ્વારા કંપનીના સેફ્ટી એકાઉન્ટથી એક નિવેદન પણ જાહેર કરાયું જે મુજબ ટીમોએ ટીટીપી રિપોર્ટની સમીક્ષા કરી છે અને જો જરૂર પડશે તો કાર્યવાહી કરાશે. કંપનીના જણાવ્યાં મુજબ ટેક્નિકલ પારદર્શકતા રિપોર્ટમાં સૂચિબદ્ધ અનેક એકાઉન્ટને સીધી મંજૂરી સૂચિમાં નોમિનેટ કરાયા નથી. જ્યારે કેટલાક અન્યાં કોઈ પણ સેવા પ્રાપ્ત કર્યા વગર વિઝિબલ ચેકમાર્ક હોઈ શકે છે જે પ્રતિબંધોને આધીન હશે. એક્સ પર બ્લ્યૂ ટિક દર્શાવે છે કે કોઈ ખાતાએ પ્રીમીયમ કે પ્રીમિયમ પ્લસ સેવા સ્તરની ચૂકવણી કરી છે. જેનો ખર્ચો આઠ ડોલર પ્રતિ માસ એટલે કે 84 ડોલર પ્રતિ વર્ષ છે. જ્યારે પ્રીમિયમ પ્લસનો ખર્ચો 16 ડોલર પ્રતિ માસ કે 168 ડોલર વાર્ષિક છે. ગોલ્ડ ટિક દર્શાવે છેકે એક ખાતાએ એક્સને 'સત્યાપિત સંગઠન' બનવા માટે ચૂકવણી કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube