પાકિસ્તાન બન્યું માનવતા માટે જોખમી,સીરિયા કરતા 3 ગણો વધારે આતંકવાદ: રિપોર્ટ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન તાલિબાન અને લશ્કર એ તોયબાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી વધારે ખતરો પેદા કર્યો છે
લંડન : પાકિસ્તાનને એકવાર ફરીથી આતંકવાદને ઉત્તેજન આપવાના કારણે શરમજનક સ્થિતીમાં મુકાવું પડ્યું છે. ઓક્સફોર્ટ યુનિવર્સિટી અને સામરિક દૂરદર્શિતા સમૂહ (SFG) દ્વારા માનવતા પર જોખમી વૈશ્વિક આતંકવાદી સંકેતક (GTI)ના મુદ્દે રજુ કરાયેલા એક અહેવાલ અનુસાર સીરિયાની તુલનામાં પાકિસ્તાન માનવતા માટે ત્રણ ગણુ વધારે ખતરનાક છે. રિપોર્ટમાં પાકિસ્તાનને આતંકવાદનું ઘર, વૈશ્વિક આતંકવાદનો સૌથી મોટો સમર્થક અને સમગ્ર વિશ્વમાં આતંકવાદ ફેલાવવા માટે સીરિયાથી ત્રણ ગણુ વધારે જવાબદાર માનવામાં આવ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આતંકવાદી સંગઠન તાલિબાન અને લશ્કર એ તોયબાએ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી વધારે ખતરો પેદા કર્યો છે. પાકિસ્તાનને આતંકવાદીઓ માટે સુરક્ષીત દેશો અને સૌથી વધારે આતંકવાદી અડ્ડાઓની યાદીમાં ટોપ પર રાખવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર, જો અમે મજબુત તથ્યો અને આંકડાના આધાર પર સૌથી ખતરનાક આતંકવાદી જુથોને જોઇ તો શકશે કે પાકિસ્તાન તેમાંથી મહત્તમ આતંકવાદી સમુહો અથવા તો મેજબાન હોય અથવા તેની સહાયતા કરે છે. તે ઉપરાંત અફઘાનિસ્તાનમાં મોટા પ્રમાણમાં જે આતંકવાદી સમુહો આવેલા છે, તેઓ પાકિસ્તાનનાં સમર્થનથી સંચાલિત હોય છે.
80 પેજનાં આ રિપોર્ટને સામરિક દુરદર્શીકા સમુહે 2000 આતંકવાદી સમુહોનું વિશ્લેષણ કરીને અને આગામી દશકોમાં આતંકવાદના કારણે આગામી પડકારોનાં આધાર પર તૈયાર કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર જેહાદી સમુહોનું ભવિષ્ય ઇન્ટેલિજન્સી એજન્સીઓ અને ગુનાહિત નેટવર્ક પર નિર્ભર કરશે.
રિપોર્ટમાં તેમ પણ કહેવામાં આવ્યું છે કે આતંકવાદ વિશ્વ માટે સૌથી મોટો પડકાર બનીને સામે આવ્યા છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે તમામ પ્રકારના પ્રતિસ્પર્ધી ઉગ્રવાદનો ઉદય, સામુહિક વિનાશના હથિયારોનો દુરૂપયોગ અને આર્થિક સમસ્યાઓ માનવ પ્રગતીને નબળી પાડી શકે છે. આ બધામાં આતંકવાદ અને તેના સાથે જોડાયેલી વસ્તુઓ માટે સૌથી મોટો ખતરો છે.
રિપોર્ટમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, લીબિયા, સીરિયા, યમન અને અન્ય કેટલાક દેશો સાથે જોડાયેલી વૈશ્વિક આતંકવાદી સંગઠનો અંગે વ્યાપક માહિતી આપવામાં આવી છે, જે એક બીજાની સાથે સંબંધો ધરાવે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સૌથી વધારે આતંકવાદ સમુહ ફાટા, ખેબર પખ્તુનખ્વા, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, ક્વેટા અને કલાત (બલૂચિસ્તાનમાં)માં આવેલ છે.