Research: સેલ્ફી બહુ ગમતી હોય તો સાવધાન! ફ્રન્ટ કેમેરાથી દેખાવ બગડે છે, આ અંગ દેખાય છે મસમોટું
તસવીરોની દુનિયામાં હાલ સેલ્ફીનો દોર ચાલી રહ્યો છે. અત્યારે એક અંદાજા મુજબ લોકો દર વર્ષે પોતાની સરેરાશ 450 તસવીરો પાડતા હોય છે. પરંતુ એક નવા રિસર્ચના તારણો તમને કેમેરાથી આટલી ઢગલો તસવીરો લેતા રોકી શકે છે.
લંડન: તસવીરોની દુનિયામાં હાલ સેલ્ફીનો દોર ચાલી રહ્યો છે. અત્યારે એક અંદાજા મુજબ લોકો દર વર્ષે પોતાની સરેરાશ 450 તસવીરો પાડતા હોય છે. પરંતુ એક નવા રિસર્ચના તારણો તમને કેમેરાથી આટલી ઢગલો તસવીરો લેતા રોકી શકે છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાઉથવેસ્ટર્ન મેડિકલ સેન્ટરના રિસર્ચર્સે ખુલાસો કર્યો છે કે સેલ્ફી તમારા ચહેરાને વિકૃત કરી નાખે છે. એ પણ કહ્યું છે કે મોઢાના એક અંગને સામાન્ય તસવીરોની સરખામણીમાં લાંબું અને પહોળું બતાવે છે.
સેલ્ફીના કારણે રાઈનોપ્લાસ્ટીનું ચલણ વધ્યું
રિસચર્સે ખુલાસો કર્યો છે કે સેલ્ફીથી નાક સામાન્ય તસવીરોની સરખામણીમાં લાંબુ અને પહોળું દેખાય છે. યુકેમાં નાકની સર્જરી, જેને રાઈનોપ્લાસ્ટી પણ કહે છે, કોસ્મેટિક્સ સર્જરીમાં સૌથી લોકપ્રિય સ્વરૂપમાંથી એક છે. રિસર્ચર્સના જણાવ્યાં મુજબ સેલ્ફીની લોકપ્રિયતા વચ્ચે રાઈનોપ્લાસ્ટીની માંગ વધી છે. અભ્યાસનું નેતૃત્વ કરનારા ડો બર્દિયા અમીરલાકે કહ્યું કે સેલ્ફી તસવીરોમાં વૃદ્ધિ અને રાઈનોપ્લાસ્ટીની ભલામણોમાં વૃદ્ધિ વચ્ચે એક ઉલ્લેખનીય સંબંધ છે. ખાસ કરીને યુવાઓ વચ્ચે.
Pakistan: ઈમરાન ખાનની સરકાર જતાની સાથે જ બુશરાબીબીની આ ખાસ સહેલીએ છોડ્યું પાકિસ્તાન!, જાણો કેમ
ત્રણ પ્રકારના ફોટા અંગે થયું રિસર્ચ
રિસર્ચમાં ટીમે 30 સ્વયંસેવકોને એ જાણવા માટે નિયુક્ત કર્યા કે સેલ્ફી ચહેરાની વિશેષતાઓને પ્રભાવિત કરે છે. સ્વયંસેવકોએ 3માંથી બે સેલ્ફી 12 અને 18 ઈંચના અંતર પર સામેવાળા કેમેરા (ફ્રન્ટ) નો ઉપયોગ કરીને લીધી અને એક સેલ્ફી પાંચ ફૂટના અંતર પર ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરીને લીધી. જેમાં મહત્વપૂર્ણ રીતે ત્રણ તસવીરો એક જ સાથે અને એક જ પ્રકાશ વ્યવસ્થામાં લેવાઈ હતી. રિસર્ચર્સે તસવીરોમાં ચાર ચહેરાના સ્થળોના માપની સરખામણી કરી.- નાક, હોઠ, દાઢી અને ચહેરાની પહોળાઈ. ભાગ લેનારા લોકોએ પ્રશ્નાવલી પણ પૂરી કરી જે તસવીરોમાં તેમની હાજરીની સાથે તેમના સંતોષનું પણ મૂલ્યાંકન કરે છે. પરિણામોથી જાણવા મળ્યું કે સામેના કેમેરા (ફ્રન્ટ)થી લેવાયેલી તસવીરોએ લોકોના ચહેરાની વિશેષતાઓને ઘણી વિકૃત કરી નાખી.
ચહેરા પર કેટલો પ્રભાવ
ડિજિટલ કેમેરાથી લેવાયેલી તસવીરોની સરખામણીમાં સરેરાશ 12 ઈંચની સેલ્ફીમાં નાક 6.4 ટકા લાંબુ અને 18 ઈંચની સેલ્ફીમાં 4.3 ટકા લાંબુ દેખાય છે. 12 ઈંચની સેલ્ફીમાં દાઢીની લંબાઈ પણ સરેરાશ 12 ટકા ઓછી જોવા મળી. તેનાથી નાક અને દાઢીની લંબાઈના પ્રમાણમાં 17 ટકાનો ભારે વધારો જોવા મળ્યો. સેલ્ફીએ ચહેરાની પહોળાઈની સાપેક્ષ નાકના આધારને પહોળો બનાવી દીધો.
ડો. અમીરલાકે કહ્યું કે જેમ જેમ સેલ્ફી ફોટોગ્રાફીની લોકપ્રિયતા વધે છે એ સમજવું જરૂરી છે કે તે ચહેરાની વિશેષતાઓના આકારને કેવી રીતે વિકૃત બનાવે છે. રિસર્ચર્સે ચેતવણી આપી કે સેલ્ફી પર ચહેરાની વિકૃતિ માનસિક સ્વાસ્થ્યને પણ પ્રભાવિત કરી શકે છે. ડો.અમીરલાકે કહ્યું કે અમારો અભ્યાસ એ ચિંતાનું સમર્થન કરે છે કે સેલ્ફી કથિત ચહેરાની ઉપસ્થિતિને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે.
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube