જીનેવા/સંયુક્ત રાષ્ટ્ર: ભારતે શુક્રવારે યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (યુએનએચઆરસી) માં તે મતદાનમાં ભાગ લીધો નહી, જેમાં યુક્રેન વિરૂદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીના પરિણામ સ્વરૂપ તાત્કાલિક એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશોએ મતદાનમાં લીધો ન હતો ભાગ
47 સભ્યોની યુએન કાઉન્સિલે યુક્રેનમાં માનવાધિકારની સ્થિતિ અંગેના ડ્રાફ્ટ ઠરાવ પર મતદાન કર્યું હતું. પ્રસ્તાવ મંજૂર કરી દેવામાં આવ્યો. ઠરાવની તરફેણમાં 32 અને તેની વિરુદ્ધમાં બે મત (રશિયા અને ઇરિત્રિયા) તેના વિરૂદ્ધ પડ્યા, જ્યારે ભારત, ચીન, પાકિસ્તાન, સુદાન અને વેનેઝુએલા સહિત 13 દેશોએ આ મતમાં ભાગ લીધો ન હતો.


આ દેશોએ પ્રસ્તાવના પક્ષમાં ટેકો આપ્યો
ઠરાવની તરફેણમાં મતદાન કરનારા દેશોમાં ફ્રાન્સ, જર્મની, જાપાન, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ થાય છે. કાઉન્સિલે ટ્વિટ કર્યું "યુક્રેન વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહીના પરિણામે, માનવ અધિકાર પરિષદે તાત્કાલિક એક સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય તપાસ પંચની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે."


ભારતનું સ્ટેન્ડ
નોંધનીય છે કે ભારતે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 15 દેશોની સુરક્ષા પરિષદમાં યુક્રેન પરના બે ઠરાવ અને 193 સભ્યોની મહાસભામાં એક ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો નથી. બુધવારે 193-સભ્યોની જનરલ એસેમ્બલીએ યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરવા માટે મતદાન કર્યું હતું અને યુક્રેન સામે રશિયાના આક્રમણની "ભારે નિંદા" કરી હતી. તેણે માંગ કરી હતી કે મોસ્કો 'સંપૂર્ણપણે અને બિનશરતી' તેના તમામ સૈન્ય દળોને યુક્રેનના પ્રદેશમાંથી પાછી ખેંચી લે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube