નવી દિલ્હી: કોરોના વાયરસના સ્વરૂપ (Coronavirus Variant) બદલવાની સાથે તેના લક્ષણો પણ બદલાઈ રહ્યા છે સાથે જ લોકોના વિવિધ વિવિધ પ્રકારના આફ્ટર કોરોના ઇફેક્ટ  (After Corona Effect) અનુભવી રહ્યા છે. પરંતુ પ્રથમ વખત કોરોના સાથે નવી સમસ્યાનું કનેક્શન મળ્યું છે. આ નવો કેસ જાપાનમાં આવ્યો છે અને દર્દી ખૂબ પીડામાંથી પસાર થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરસના 'લક્ષણ' તરીકે પ્રથમ વખત રિપોર્ટમાં આવી સમસ્યા
જાપાનની એક હોસ્પિટલમાં માઇલ્ડ Covid-19 ની સારવાર લઈ રહેલા એક વૃદ્ધ માણસને પહેલા ગળામાં દુખાવો થયો હતો. આ પછી દર્દીની પીડા વધી. કોરોના સંક્રમિત 77 વર્ષીય વૃદ્ધની સારવાર ટોક્યો મેડિકલ યુનિવર્સિટીમાં કરવામાં આવી રહી છે.


ભારત ટેલેન્ટનું પાવર હાઉસ, વિકાસમાં દુનિયા બને ભાગીદાર: PM નરેન્દ્ર મોદી


એનલમાં દુખાવા સાથે કોરોનાનું કનેક્શન
ડોક્ટરોનું કહેવું છે કે વૃદ્ધે કોરોનાથી સંક્રમિત થયા બાદ 'રેસ્ટલેસ એનલ સિન્ડ્રોમ' ની ફરિયાદ કરી હતી. આ સમસ્યાને કારણે, વૃદ્ધોને એનલમાં અસહ્ય પીડા અનુભવ થવા લાગ્યા. ડોક્ટરોએ પ્રથમ વખત આ સમસ્યાને જીવલેણ વાયરસના લક્ષણ તરીકે નોંધાવી છે.


'રેસ્ટલેસ એનલ સિન્ડ્રોમ' સાથે થઇ શકે છે આ સમસ્યા
ડોક્ટરોનું કહેવું છે કે વૃદ્ધોએ બેચેની અને અનિદ્રાની પણ ફરિયાદ કરી હતી. આનું કારણ 'રેસ્ટલેસ એનલ સિન્ડ્રોમ' પણ છે. સિન્ડ્રોમને કારણે વ્યક્તિને બેસવામાં, ચાલવામાં અને આરામ કરવામાં પણ તકલીફ પડી શકે છે. એટલે કે, કોરોનાના લક્ષણોમાં આ સૌથી ખતરનાક બીમારી છે.


કોરોના: ભારતે UK ને આપ્યો જડબાતોડ જવાબ, ત્યાંથી આવતા નાગરિકો પર લાગુ થશે આ નિયમ


આરામ કરવા પર વધે છે મુશ્કેલી
Daily Star ના અહેવાલ મુજબ, જાપાનના ડો. ઈટારુ નાકામુરાએ કહ્યું, 'કોવિડ-19 સંક્રમણ પહેલા, તેમણે એનલમાં દુખાવાની ફરિયાદના કિસ્સા ક્યારેય જોયા ન હતા.' તાજેતરના કિસ્સામાં, દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી પણ બેચેની અનુભવાય છે. આશ્ચર્યની વાત એ છે કે આરામ કર્યા બાદ આ સમસ્યા વધી રહી છે, જ્યારે કોરોના દર્દીને વધુ આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.


આ બાબતોનું ધ્યાનમાં રાખો
ડોક્ટરોના જણાવ્યા મુજબ, આરામ સાથે એનલમાં દુખાવો વધી શકે છે, પરંતુ કસરત કરવાથી ઘણી રાહત મળી શકે છે. એટલે કે જેઓ નિયમિત કસરત કરે છે તેમને આ સમસ્યા થવાની સંભાવના ઓછી હોય છે. આ સાથે આ સમસ્યામાં ચાલવાથી પણ રાહત મળે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સાંજે પીડા વધુ વધી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube