તહેરાન: દક્ષિણ પૂર્વ ઈરાનમાં રેવોલ્યુશનરી ગાર્ડ્સની બસ પર આત્મઘાતી હુમલામાં 27 સૈનિકોના દર્દનાક મોત થયા છે. હાલના વર્ષોમાં આ એલીટ દળો પર થયેલા સૌથી ખતરનાક હુમલાઓમાંથી એક છે. ગાર્ડ્સે એક નિવેદનમાં કહ્યું કે આ હુમલો બુધવારે એવા સમયે થયો કે જ્યારે સૈનિકો સરહદે પેટ્રોલિંગ કરીને પાછા ફરી રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં બટાકા, દૂધના ભાવ સાંભળશો તો હોશ ઉડી જશે, કિલો ચોખા માટે થાય છે હત્યા


નિવેદનમાં કહેવાયું કે આ આતંકવાદી હુમલામાં ઈસ્લામના 27 બહાદુર યોદ્ધાઓના મોત થયા અને 13 અન્ય ઘાયલ થયાં. નિવેદનમાં યયુદી ગુપ્તચર એજન્સીઓ પર હુમલાખોરોનું સમર્થન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અગાઉ અધિકૃત આઈઆરએનએ સમાચાર એજન્સીએ કહ્યું કે ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર પર આત્મઘાતી હુમલો ખાશ જાહેદન રોડ પર થયો. ગાર્ડ્સે જણાવ્યું કે બસની પાછળ વિસ્ફોટકોથી ભરેલી કાર હતી જેમાં વિસ્ફોટ થયો. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...