Pakistan Crises: પાઇ-પાઇ માટે તરસતું પાકિસ્તાન હવે ધનિકો પાસે કરશે રિકવરી, લગાવ્યો આ ખતરનાક ટેક્સ
Pakistan Crises: પાકિસ્તાને હવે તેમના આર્થિક સંકટનો સામનો કરવા માટે એક નવો રસ્તો અપનાવ્યો છે. તેઓ તેમના જ દેશના પૈસાદાર લોકોના માથે બોજ વધારી રહ્યા છે.
Pakistan Crises: પાકિસ્તાનની સ્થિતિ સતત ખરાબ થતી જઈ રહી છે. એવામાં ત્યાંની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે તૂટી ગઈ છે. ઘણા દેશો પાસે દેવું કર્યા બાદ હવે પાકિસ્તાનની નવાજ શરીફ સરકારે આ આર્થિક સંકટનો સામનો કરવા માટે એક નવો માર્ગ શોધ્યો છે. પ્રધાનમંત્રી શહબાજ શરીફે શુક્રવારે જાહેર કર્યું કે હવે તે દેશના પૈસાદાર લોકો પર 10 ટકા સુપર ટેક્સ લગાવવાની તૈયારી કરી રહ્યા છે. પૈસાદાર સાથે આ સુપર ટેક્સના દાયરામાં લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ પણ આવશે.
કોની પર લાગશે સુપર ટેક્સ
અત્યાર સુધી સામે આવેલા નિયમો અનુસાર આ નવા સુપર ટેક્સના દાયરામાં લોકોને તેમની આવકના હિસાબથી રાખવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે લોકોની વાર્ષિક આવક 150 મિલિયનથી વધારે છે તેમના પર 1 ટકા, 200 મિલિયનથી વધારે આવકવાળા લોકો પર 2 ટકા, 250 મિલિયનથી વધારે આવકવાળા પર 3 ટકા અને જેમની વાર્ષિક આવક 300 મિલિયનથી વધારે છે તેમના પર 4 ટકાનો ટેક્સ લગાવવામાં આવશે. એટલું જ નહીં ઘણી ઇન્ડસ્ટ્રીઝ પણ તેના દાયરામાં આવશે. જેમાં સીમેન્ટ, સ્ટીલ, શુગર, તેલ તેમજ ગેસ, ફર્ટિલાઈઝર, એલએનજી ટર્મિનલ્સ, ટેક્સટાઈલ્સ, બેંકિંગ, ઓટોમોબાઈલ, સિગરેટ, માદક પદાર્થ, કેમિકલ્સ, એરલાઈન્સને આ દાયરામાં સામેલ કરવામાં આવી છે.
દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...
જાહેરાતની સાથે સ્ટોક માર્કેટમાં ઘટાડો
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફની આ જાહેરાત બાદ પાકિસ્તાની સ્ટોક એક્સચેન્જનો ગ્રાફ તૂટ્યો છે. દિવસભરમાં માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. અહીંના કેએસઈ-100 ઇન્ડેક્સમાં 2053 પોઈન્ટનો ભારે ઘટાડો આવ્યો છે.
1 જુલાઈથી બદલાઈ જશે આ 5 મોટા નિયમ, જેની સીધી અસર થશે તમારા ખિસ્સા પર
નાણામંત્રીએ કરી સ્પષ્ટતા
પ્રધાનમંત્રીની જાહેરાત બાદ જ્યારે સોશિયલ મીડિયાથી લઇને સ્ટોક માર્કેટ સુધી આ મામલે નકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે ત્યારે નાણામંત્રી મિફ્તા ઇસ્માઈલે આ મામલે ટ્વીટ કરી સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે આ 10 ટકા સુપર ટેક્સ તેમણે કહ્યું કે આ વન ટાઈમ ટેક્સ હશે. આ નિર્ણય છેલ્લા 4 બજેટના નુકસાન બાદ લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, દેશને ગંભીર સંકટથી બચાવવા માટે ગઠબંધન સરકારે આ નિર્ણય લીધો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube