Janmashtami: બ્રિટિશ PM પદની રેસમાં સામેલ ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે ઉજવી જન્માષ્ટમી
ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિ ભારતીય બિઝનેસમેન નારાયણ મૂર્તિના પુત્રી છે. બંનેની મુલાકાત કોલેજ દિવસોમાં થઈ હતી ત્યારે સુનક સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરતા હતા. વર્ષ 2006માં બેંગ્લુરુમાં બે દિવસના સમારોહમાં લગ્ન થયા હતા. સુનકનો જન્મ બ્રિટનના સાઉથ હેમ્પટનમાં થયો હતો અને તેમના માતા પિતા ભારતીય હતા. બોરિસ જ્હોન્સન કેબિનેટમાં તેઓ નાણામંત્રી હતા. હાલ બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં લિઝ ટ્રસને તેઓ કાંટાની ટક્કર આપી રહ્યા છે.
ભારતીય મૂળના બ્રિટનના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર ઋષિ સુનકે પત્ની અક્ષતા મૂર્તિ સાથે જન્માષ્ટમી સમારોહમાં ભાગ લેવા માટે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કોન્શિયસનેસ (ઈસ્કોન)ના યુકે મુખ્યાલય ભક્તિવેદાંત મનોર મંદિરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે જન્માષ્ટમી ઉજવી અને ભગવાન કૃષ્ણના આશીર્વાદ લીધા.
જન્માષ્ટમી અંગે કરી ટ્વીટ
ઋષિ સુનકે ટ્વીટ કરીને લખ્યું કે "આજે હું મારી પત્ની અક્ષતા સાથે ભક્તિવેદાંત મનોર મંદિરમાં જન્માષ્ટમી ઉજવવા માટે ગયો હતો. આ એક લોકપ્રિય હિન્દુ તહેવાર છે જે ભગવાન કૃષ્ણના જન્મદિવસે ઉજવવામાં આવે છે." કૃષ્ણ જન્માષ્ટમી એક હિન્દુ તહેવાર છે જે દુનિયાભરમાં હિન્દુ શ્રદ્ધાળુઓ ભગવાન કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube