વિંડહોક: રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વી (Sputnik V) હાલ વિવાદોથી ઘેરાયેલી જોવા મળી રહી છે. દક્ષિણ આફ્રિકા બાદ હવે પાડોશી દેશ નામીબિયા (Namibia)એ પણ તેના પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે રશિયન વેક્સીનનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે સ્પૂનિક- વી વેક્સીન લગાવનાર પુરુષોમાં HIV થવાની સંભાવના અનેક ઘણી વધી જાય છે. જેના કારણે દક્ષિણ આફ્રિકા અને હવે નામીબિયાએ તેના પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Developersએ વ્યક્ત કરી નિર્ણય પર આપત્તિ
જ્યારે સ્પૂતનિક-વી વેક્સીન (Sputnik V)ને બનાવનાર જમેલિયા રિસર્ચ ઈન્ડરસ્ટ્રીઝએ આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ઈન્સ્ટીટ્યૂટે જણાવ્યું છે કે નામીબિયાનો નિર્ણય કોઈ વૈજ્ઞાનિક આધાર અથવા તો રિસર્ચ પર આધારિત નથી. તમને જણાવી દઈએ કે દક્ષિણ આફ્રિકી નિયામક SAHPRAએ નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના દેશમાં સ્પૂતનિક-વીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી નહીં આપે. દવા નિયામકનો દાવો છે કે અમુક સંશોધનોથી તે જાણી શકાય છે કે સ્પૂતનિક વીમાં એડનોવાયરસ ટાઈપ 5 વેક્ટર છે, જેના ઉપયોગથી પુરુષોમાં HIV થવાની સંભાવના વધી જાય છે.


T20 World Cup માં ટીમ ઈન્ડિયાનો આગામી ગેમ પ્લાન શું હશે? કોહલીએ જણાવ્યો પ્લાન


Namibia એ જાહેર કર્યું આ નિવેદન
નામીબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે રશિયન વેક્સીનનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય આ ચિંતા સામે આવ્યા બાદ લેવામાં આવ્યો છે કે સ્પૂતનિક વી લેનાર પુરુષોમાં એચઆઈવી થવાની સંભાવના વધારે હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ સ્પૂતનિક-વી વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે અત્યાર સુધી આવો કોઈ કેસ સામે આવ્યો નથી.


નવો રિચર્સમાં ધડાકો: તમારું દિલ તૂટશે તો આવી શકે છે હાર્ટએટેકે, આ રીતે રહો સાવધાન


India માં પણ ઉપયોગની મંજૂરી મળી છે
બીજી બાજુ, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે HIVથી સંક્રમિત લોકોને વેક્સીન લગાવવા અથવા તો વેક્સીનથી સંક્રમિત થનાર અહેવાલોને લઈને દક્ષિણ આફ્રિકાને જરૂરી માહિતી આપવામાં આવી છે. જેના કારણે જાણવા મળ્યું છે કે વેક્સીનથી કોઈ ખતરો નથી. રશિયન વેક્સીન નિર્માતાએ જણાવ્યું છે કે વેક્સીન લગાવ્યા બાદ આંખમાંથી પાણી આવી શકે છે, અથવા તોહળવો તાવ પણ આવી શકે છે, પરંતુ તેનાથી HIVનો કોઈ ખતરો નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube