બગદાદમાં અમેરિકી દૂતાવાસની પાસે ફરી રોકેટ હુમલો, મધ્ય પૂર્વમાં વધી શકે છે તણાવ
સમાચાર એજન્સીએ કહ્યું કે, તેના સંવાદદાતાઓએ ટિગરિશ નદીના પશ્ચિમી કિનારાથી ધમાકાના અવાજ સાંભળ્યા જ્યાં ઘણા દેશોના દૂતાવાસ આવેલા છે.
બગદાદઃ Rockets hit near US embassy in Baghdad: અમેરિકાની તમામ ચેતવણીઓ છતાં ઇરાકમાં તેના ઠેકાણા પર હુમલા બંધ થઈ રહ્યાં નથી. સમાચાર એજન્સી એએફપીએ સુરક્ષા સૂત્રોના હવાલાથી જણાવ્યું કે, રવિવારે બગદાદ સ્થિત અમેરિકી દૂતાવાસની નજીક ઘણા રોકેટ પડ્યા છે. આ તાજા ઘટનાક્રમથી મધ્ય પૂર્વમાં જારી તણાવ વધુ ઉગ્ર બની ગયો છે.
સમાચાર એજન્સીએ કહ્યું કે, તેના સંવાદદાતાઓએ ટિગરિશ નદીના પશ્ચિમી કિનારાથી ધમાકાના અવાજ સાંભળ્યા જ્યાં ઘણા દેશોના દૂતાવાસ આવેલા છે. એક સુરક્ષા સૂત્રએ જણાવ્યું કે, ઉચ્ચ સુરક્ષા વાળા વિસ્તારમાં ત્રણ કોત્યુશા રોકેટ પડ્યા જ્યારે બીજા સૂત્રએ જણાવ્યું કે, આ વિસ્તારમાં પાંચ રોકેટ Katyusha rocketsથી હુમલો થયો હતો. આ હુમલામાં હાલ કોઈ નુકસાન કે મોતની જાણકારી સામે આવી નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube