નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર મલેશિયાના એક પેરેન્ટ્સે એવી પોસ્ટ શેર કરી જેને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું છે જેમાં ઓનલાઈન ક્લાસના જોખમ વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 વર્ષનો પુત્ર તેની ઉંમરની છોકરી સાથે કરતો હતો ચેટ
મીડિયા રિપોર્ટ્સ મુજબ વાયરલ થયેલી પોસ્ટમાં કેટલાક સ્ક્રિનશોટ શેર કરવામાં આવ્યા હતા જેમાં મહિલાનો 10 વર્ષનો પુત્ર તેની ઉંમરની છોકરી સાથે ચેટ કરી રહ્યો હતો. 


ચેટમાં લખી હતી આ વાત
આ વાતચીતમાં બંને એકબીજાને જીવનસાથી બનાવવાની વાત કરતા જોવા મળ્યા. ચેટ પર તે બંનેની મુલાકાત કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી. બંનેએ પહેલા એક બીજાને પૂછ્યું કે શું તેઓ સિંગલ છે? ત્યારબાદ બંનેમાં રિલેશનશીપની વાતચીત શરૂ થઈ. 


Roti Making Academy: ઈન્સ્ટિટ્યૂટમાં મળશે રોટલી બનાવવાની ટ્રેનિંગ, કોર્સ કરતા જ મહિને 1 લાખ પગારની નોકરી!


બંનેએ એકબીજાનું નિકનેમ પણ રાખ્યું
આગળની વાતચીતમાં બંને કપલની જેમ વાત કરતા જોવા મળ્યા. બંનેએ એકબીજાના નિકનેમ પણ રાખ્યા. આ વાતચીતનો સ્ક્રિનશોટ છોકરાની માતાએ શેર કર્યો. બાળક ક્યારથી વાતચીત કરતા હતા તે સ્પષ્ટ નથી પરંતુ બંને વચ્ચેની અનેક ચેટ ડિલીટ થયેલી છે. આ બાળકો ધોરણ 2ના વિદ્યાર્થી હતા. આ પ્રકારની વાતચીતે તેમના માતાપિતાને હેરાન પરેશાન કરી નાખ્યા. પેરેન્ટ્સને લાગતું હતું કે બાળકો ભણે છે પરંતુ અહીં તો રોમેન્ટિક ચેટિંગ થઈ રહી હતી. 


Viral: Menstrual Blood પી જાય છે આ મહિલા, ચહેરા પર લગાવે છે અને પેન્ટિંગમાં પણ કરે છે ઉપયોગ


બાળકોનો મોબાઈલ જરૂર ચેક કરો
આ પ્રકારની પોસ્ટને પેરેન્ટ્સે અન્ય પેરેન્ટ્સને ચેતવણી આપવા માટે શેર કરી અને કહ્યું કે તમારા બાળકોના મોબાઈલ જરૂર ચેક કરો. આ પોસ્ટ પર અનેક બાળકો અને તેમના માતાપિતાએ પણ કમેન્ટ કરી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube