સ્વીડનઃ Nobel Prize in Physics 2021: આ વર્ષે ભૌતિકશાસ્ત્રમાં પ્રતિષ્ઠિત નોબેલ પુરસ્કાર સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરીસિકને આપવામાં આવ્યો છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા તેમને જટિલ ભૌતિક પ્રણાલીઓ અંગેની અમારી સમજણ માટે અભૂતપૂર્વ યોગદાન બદલ તેમને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કરી શોધ?
Syukuro Manabe અને Klaus Hasselmann એ ધરતીના જળવાયુનું ફિઝિકલ મોડલ તૈયાર કર્યું જેનાથી તેમાં થનાર ફેરફાર પર ચોકક્સતાથી નજર રાખી શકાય છે અને ગ્લોબલ વોર્મિંગનું અનુમાન લગાવી શકાય છે. તો Giorgio Parisi એ અણુઓથી લઈને ગ્રહો સુધીની ફિઝિકલ સિસ્ટમમાં થનાર ઝડપી ફેરફાર અને વિકારો વચ્ચેની ગતિવિધિ દેખાડી છે. 


સ્પેસની સેર પર નીકળેલા અબજપતિએ શેર કરેલો આ PHOTO થયો ખુબ વાયરલ, જાણો શું છે ખાસિયત


આ પહેલા સોમવારે મેડિસિનમાં 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પુરસ્કાર અમેરિકાના વૈજ્ઞાનિકો ડેવિડ જૂલિયસ અને આર્ડન પાતાપુતિયનને સંયુક્ત રૂપથી આપવામાં આવ્યો હતો. આ બંનેને પુરસ્કાર તાપમાન અને સ્પર્સ માટે રિસેપ્ટર્સની શોધ માટે આપવામાં આવ્યો છે. નોબેલ સમિતિના મહાસચિવ થોમસ પર્લમૈને આ વિજેતાઓના નામની જાહેરાત કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube