રશિયન વિમાન એજન્સીએ દાગેસ્તાનના મુખ્ય એરપોર્ટને રવિવારે બંધ કરી દીધુ અને ફ્લાઈટ્સનો માર્ગ બદલી નાખ્યો. જેનું કારણ હતું ઈઝરાયેલથી એક વિમાન આવવાના સમાચાર મળ્યા બાદ પેલેસ્ટાઈન સમર્થકોની ભીડે ઈઝરાયેલી નાગરિકોની શોધમાં ત્યાં ધામા નાખ્યા. રશિયન મીડિયાએ કહ્યું કે મખાચકાલા એરપોર્ટના ટ્રાફિક એરિયામાં એક ભીડ ઘૂસ્યા બાદ એરપોર્ટને આવનારી અને જનારી ફ્લાઈટ્સ માટે અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાના સમાચાર મળ્યા બાદ સુરક્ષાદળો ત્યાં પહોંચી ગયા છે. રશિયાની સરકારી મીડિયા ઈઝવેસ્તિયા અને આરટી મુજબ કથિત રીતે આ સમાચાર ફેલાયા બાદ કે ઈઝરાયેલથી એક વ્યક્તિ આવ્યો છે અનેક લોકો એરપોર્ટ અને રનવે પર પહોંચી ગયા. 


ટેલિગ્રામમાં શેર કરાયેલા એક વીડિયોમાં લોકોની ભીડને બેરિયર પાર કરતા એરપોર્ટથી નીકળનારી અને એરપોર્ટ આવનારી કારો પર કબજો કરતા દેખાડવામાં આવ્યા છે. એક વીડિયોમાં એક વ્યક્તિ રશિયન રેડ વિંગ્સ કંપનીના વિમાનના પાંખિયા પર ચડેલો દેખાય છે. 


ફ્લાઈટરડાર વેબસાઈટના જણાવ્યાં મુજબ તેલ અવીવથી આવનારી રેડ વિંગ્સ ફ્લાઈટ સ્થાનિક સમય મુજબ સાંજે 7 વાગે મખચકાલા ઉતરી હતી. રશિયન મીડિયાના જણાવ્યાં મુજબ ફ્લાઈટ્સને મોસ્કો માટે ઉડાન  ભરતા પહેલા માખચકાલા માટે થોડીવાર રોકાવાનું હતું. એવું કહેવાયું કે  રશિયાના માખચકાલા એરપોર્ટ પર ઘટેલી આ ઘટનાથી મચેલી ભાગદોડ અને અફરાતફરીમાં 20થી વધુ લોકો ઘાયલ થયા. 


સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી કેટલીક તસવીરો મુજબ  ભીડથી કેટલાક લોકોએ વિમાન તરફ આવતા પહેલા એરપોર્ટ પર લોકોને તેમના પાસપોર્ટ દેખાડવાનું કહ્યું હતું. તેમાંથી એક વ્યક્તિના હાથમાં પોસ્ટર હતું. જેના પર લખ્યું હતું કે બાળકોના હત્યારા માટે દાગિસ્તાનમાં કોઈ જગ્યા નથી. અન્ય એક વીડિયોમાં અલ્લાહ હૂ અકબરના નારા સંભળાયા. રશિયાની સરકારે જો કે હજુ સુધી આ ઘટનાઓ પર કોઈ ટિપ્પણી કરી નથી. આ અગાઉ રવિવારે રશિયાની ન્યૂઝ એજન્સી આરઆઈએ નોવોસ્તીએ જણાવ્યું કે એક અન્ય ઉત્તરી કાકેશન્સ ગણરાજ્ય- કાબર્ડિનો બલકારિયામાં નાલચિક શહેરમાં એક યહુદી કેન્દ્રમાં આગ લગાવવામાં આવી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube