Russia એ ભારત સહિત 4 દેશોની ઉડાન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો, જાણો ક્યારથી શરૂ થશે ફ્લાઈટ
રશિયા (Russia) એ કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવતાં ભારત સહિત બાકી દેશોની વિમાન સેવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે, હવે રશિયન ગર્વમેન્ટે આ પ્રતિબંધ હટાવી લીધો છે. તેથી ભારત, ફિનલેન્ડ, વિયેતનામ અને કતરની ફ્લાઈટો ફરી ઉડાન ભરવાની તૈયારીઓ કરી રહી છે.
મોસ્કોઃ રશિયા (Russia) એ કોરોના વાયરસના નવા સ્ટ્રેન (New Corona Strain) ના કારણે કેટલાંક દેશોનો હવાઈ ઉડાન એટલેકે, વિમાન સેવા પર રોક લગાવી દીધી હતી. જોકે, હવે રશિયન સરકારે આ પ્રતિબંધ હટાવી લેવાનો નિર્ણય લીધો છે. રશિયન સરકારે આ સંદર્ભમાં જણાવ્યુંછેકે, ભારત, ફિનલેન્ડ, વિયેતનામ અને કતરની ફ્લાઈટો આગામી 27 જાન્યુઆરીથી ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. જોકે, તેના માટે કોવિડની તમામ ગાઈડલાઈન (Covid-19 Guidelines) નું પાલન આવશ્યક રહેશે.
નવા સ્ટ્રેન સામે આવ્યાં બાદ બંધ કરાઈ હતી ઉડાન
કોરોના વાયરસ હેડક્વાર્ટરમાં શનિવારે રશિયા સરકારની એક મહત્ત્વપૂર્ણ મીટિંગ યોજાઈ. ત્યાર બાદ રશિયન સરકારના અધિકારીઓએ ઉડાન પર લગાવેલાં પ્રતિબંધને હટાવવાનો નિર્ણય લીધો. એક લાખની જનસંખ્યા સામે 40થી ઓછા કેસો સામે આવતા હોવાનું તારણ ભારત અને અન્ય દેશોના ડેટા પરથી સામે આવ્યું. ત્યાર બાદ રશિયાએ ફરી ભારત, ફિનલેન્ડ અને કતરની ફ્લાઈટ શરૂ કરવાની મંજૂરી આપી.
ભારતમાં 16 જાન્યુઆરીથી શરૂ થયું વેક્સીનેશન
કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણ સામેની નિર્ણાયક લડાઈમાં ભારતે 16 જાન્યુઆરીથી દેશભરમાં રસીકરણ મહાઅભિયાન (Corona Vaccination Programme) અંતર્ગત પહેલાં દિવસે જ 1,91,181 લોકોને વેક્સીન લગાવવામાં આવી.
ભારતમાં નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા 114 થઈ
સ્વાસ્થ્ય મંત્રાલયએ આપેલાં આંકડાઓ મુજબ ભારતમાં બ્રિટન (Britain) થી શરૂ થયેલાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી અત્યાર સુધીમાં 114 લોકો સંક્રમિત થયા છે. એનાથી એ વાત તો સ્પષ્ટ છેકે, બહારથી આવતા યાત્રીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. બહારથી આવતા યાત્રીઓ પર ખાસ વોચ રાખવા માટે ભારત સરકાર તરફથી વિવિધ રાજ્યોને પણ સતત સુચનાઓ આપવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube