નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને એકવાર ફરી કહ્યું કે, યુક્રેન પર રશિયાનો હુમલો આગામી થોડા દિવસમાં સંભવ થઈ શકે છે. તેમણે તે પણ કહ્યું કે, તેમની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને બોલાવવાની કોઈ યોજના નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે બાઇડેન પ્રશાસન સતત યુક્રેન પર રશિયાના હુમલાની ચેતવણી આપી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે રશિયાએ પોતાના કેટલાક સૈનિકોને યુક્રેન સરહદ પરથી પરત બોલાવવાની વાત કહી છે. આ પહેલાં અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યુ કે યુક્રેનની સરહદથી અમેરિકા રશિયા સેનીની કોઈ સાર્થક વાપસી જોતું નથી. તેમણે કહ્યું કે, વાસ્તવિક ખતરો બનેલો છે. 


અમેરિકા સતત ઉઠાવી રહ્યું છે રશિયાના દાવા પર સવાલ 
વ્હાઇટ હાઉસે બુધવારે કહ્યું કે યુક્રેન પર રશિયાનો હુમલો ગમે ત્યારે થઈ શકે છે. બુધવારે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ આશંકા વ્યક્ત કરી હતી કે હુમલો કોઈપણ સમયે થઈ શકે છે. સાકીએ પોતાની દૈનિક પ્રેસ વાર્તામાં સંવાદદાતાઓને કહ્યુ- અમારૂ માનવું છે કે હુમલો ગમે ત્યારે થઈ શકે છે અને રશિયા કોઈ બહાનું બનાવી હુમલો કરી શકે છે. 


આ પણ વાંચોઃ Russia-Ukraine Crisis: યુક્રેનથી ભારતીયોને કાઢવા પર હજુ કોઈ નિર્ણય નહીં, વિદેશ મંત્રાલયે કર્યું સ્પષ્ટ


સાકીએ કહ્યું- અમે તે વિશે વાત કરી ચુક્યા છીએ, અમે આવી વસ્તુ ભુતકાળમાં જોઈ છે. જમે જે સમાચારોનો હવાલો આપ્યો તે ત્યાં સુધી સીમિત નથી. ડોનબાસમાં ઉશ્કેરણી દાવાઓના અહેવાલો છે, મીડિયામાં ખોટા સમાચાર ફેલાવે છે. મને લાગે છે કે તમારે તમારી આંખો ખુલ્લી રાખવી જોઈએ કારણ કે રશિયા નકલી વીડિયો દ્વારા હુમલો કરી શકે છે, રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે અથવા સૈનિકો પર ખોટી રીતે હુમલો કરી શકે છે." એક પ્રશ્નના જવાબમાં સાકીએ કહ્યું કે ઘણા લોકો હુમલાનું કારણ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તમામ પ્રકારના અસત્ય ફેલાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube