Ukraine-Russia war: યુક્રેનમાં ઘૂસી ગઈ રશિયન ટેન્ક, રશિયાના હુમલામાં 7 લોકોના મોત અને 9 ઘાયલ
યુક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે.
મોસ્કો: યુક્રેનની સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને આ જાહેરાત કરી. આ બાજુ સંયુક્ત રાષ્ટ્રએ પુતિનને યુદ્ધ રોકવાની અપીલ કરી છે. UN એ કહ્યું કે રશિયા પોતાના સૈનિકોને હુમલા કરતા રોકે. પુતિનની સૈન્યકાર્યવાહીના આદેશ બાદ યુક્રેનમાં અનેક ઠેકાણે ધડાકા સંભળાયા છે. યૂક્રેનની રાજધાની કીવ પર તો ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઈલોથી હુમલા થયાના મીડિયા રિપોર્ટ્સ છે. પુતિને સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા ધમકી પણ આપી કે કોઈ આ મામલે હસ્તક્ષેપ ન કરે, નહીં તો પરિણામ ખરાબ આવશે.
હેલ્પલાઈન નંબર
યુક્રેનમાં રહેતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર બહાર પાડ્યા છે. આ સાથે જ ત્યાં ફસાયેલા લોકો વેબસાઈટ ઉપર પણ મદદ માંગી શકે છે.
રશિયાના હુમલામાં 7ના મોત, 9 ઘાયલ
યુક્રેનમાં રશિયાના હુમલાના કારણે 7 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. બોર્ડર ગાર્ડ્સે જણાવ્યું કે રશિયાની ગ્રાઉન્ડ ફોર્સ પણ યુક્રેનમાં ઘૂસી ગઈ છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube