વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9માં દિવસે પણ યુદ્ધ ચાલુ છે અને રશિયાના સૈન્ય અભિયાનથી યુક્રેન ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ત્યારબાદ અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યા છે. જેના જવાબમાં હવે રશિયાએ અમેરિકા પર પલટવાર કર્યો અને મોટો ઝટકો આપ્યો છે. રશિયાએ અમેરિકાને રોકેટ એન્જિનની આપૂર્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રશિયન અંતરિક્ષ એજન્સી રોસ્કોસ્મોસના પ્રમુખ દિમિત્રી રોગોઝિને (Dmitry Rogozin) આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમને ઝાડૂ પર ઉડવા દો- રશિયન અંતરિક્ષ એજન્સીના પ્રમુખ
દિમિત્રી રોગોઝિને રશિયન ટેલિવિઝન પર કહ્યું કે 'આ પ્રકારની સ્થિતિમાં અમે અમેરિકાને અમારા દ્વારા બનાવવામાં આવતા દુનિયાના સર્વશ્રેષ્ઠ રોકેટ એન્જિનની આપૂર્તિ કરી શકીએ નહીં. તેમને ઝાડૂ કે કોઈ અન્ય ચીજ પર ઉડવા દો.'


રશિયાએ અત્યાર સુધીમાં 122 એન્જિન આપ્યા
દિમિત્રી રોગોઝિનના જણાવ્યાં મુજબ રશિયાએ 1990ના દાયકાથી અત્યાર સુધીમાં અમેરિકાને કુલ 122 આરડી-180 એન્જિન આપ્યા છે. જેમાંથી 98નો ઉપયોગ એટલસને લોન્ચ કરવા માટે વીજળી આપવામાં કરાયો છે. તેમણે કહ્યું કે રોસ્કોસ્મોસ તે રોકેટ એન્જિનોની સર્વિસિંગ પણ બંધ કરશે જે પહેલેથી અમેરિકાને આપવામાં આવ્યા છે. અમેરિકામાં હજુ પણ 24 એન્જિન છે જેમને હવે રશિયન ટેક્નોલોજીની સહાયતા આપવામાં નહીં આવે. 


યુરોપની સાથે સહયોગ નહીં કરે રશિયા
રશિયાએ પહેલા જ કહ્યું હતું કે તે યુક્રેન પર પશ્ચિમી પ્રતિબંધોના જવાબમાં ફ્રેન્ચ ગુયાનાના કોરો સ્પેસપોર્ટથી અંતરિક્ષ પ્રક્ષેપણ પર યુરોપની સાથે હવે સહયોગ કરશે નહીં. આ સાથે જ રશિયાએ બ્રિટિશ સેટેલાઈટ કંપની વનવેબ પાસે ગેરંટીની પણ માગણી કરી છે કે તેના ઉપગ્રહોનો ઉપયોગ સૈન્ય ઉદ્દેશ્યોથી નહીં કરવામાં આવે. રોગોઝિને કહ્યું કે રશિયા હવે રોસ્કોસ્મોસ રક્ષા મંત્રાલયની જરૂરિયાતો મુજબ બેવડા ઉદ્દેશ્યવાળા અંતરિક્ષ યાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 


મોસ્કોએ બ્રિટિશ સેટેલાઈટ કંપની વનવેબ પાસે ગેરંટી પણ માંગી છે કે તેના ઉપગ્રહોનો ઉપયોગ સૈન્ય ઉદ્દેશ્યો માટે નહીં કરાય. બ્રિટિશ સરકારની ભાગીદારીવાળી વનવેબે ગુરુવારે કહ્યું હતું કે તે કઝાકિસ્તાનમાં રશિયાના  બેકોનૂર કોસ્મોડ્રોમથી તમામ લોન્ચને સસ્પેન્ડ કરી રહી છે. રોગોઝિને કહ્યું કે રશિયા હવે રોસ્કોસ્મોસ અને રક્ષા મંત્રાલયની જરૂરિયાતો મુજબ બેવડા ઉદ્દેશ્યવાળા અંતરિક્ષયાન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. 


(ઈનપુટ- ન્યૂઝ એજન્સી રોયટર્સ)